આમચી મુંબઈટોપ ન્યૂઝ

Monsoon 2024 : મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો અન્ય રાજ્યોના હાલ

નવી દિલ્હી: દેશમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ(Monsoon 2024)વિદાય લેતું હોય છે. પરંતુ આ વખતે દેશમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. જેના લીધે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવી પડી છે.ચોમાસાની આ અસર હવે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં NDRFની 18 અને SDRFની 6 ટીમ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા તૈનાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સામાન્ય જનજીવન પ્રભાવિત

ચોમાસાના અંતમા પડેલા ભારે વરસાદથી મહારાષ્ટ્રના લોકો સૌથી વધુ પરેશાન છે. અહીં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. પાણી ભરાવાને કારણે લોકોને ઓફિસે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાલઘર અને નાસિકમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ અને તેજ પવનની સંભાવના છે. જેમાં વરસાદના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભોપાલ, ગુના, ગ્વાલિયર, છિંદવાડા, દતિયા સહિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે બિહારની વાત કરીએ તો ભાગલપુર, ગયા, જમુઈ, છપરા, પટના સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. અહીં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહાડી વિસ્તારોમાં વરસાદની સંભાવના

ઉત્તરાખંડમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 28મી સપ્ટેમ્બરે ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 29 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં પણ 27મી સપ્ટેમ્બરે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

યુપી રાજસ્થાનમાં પણ વરસાદને લઈને એલર્ટ

આજે પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 2 ઓક્ટોબર પછી ઉત્તર પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે. જો રાજસ્થાનની વાત કરીએ તો આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ 29 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. જ્યારે 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે.

દિલ્હી NCRમાં હળવો વરસાદ પડી શકે છે.

દિલ્હી NCRમાં આજે હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પાટનગરનું મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

પંજાબ અને હરિયાણામાં સ્વચ્છ રહેશે હવામાન

જો પંજાબ અને હરિયાણાના હવામાનની વાત કરીએ તો અહીં હવામાન સ્વચ્છ રહેશે. આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ઘણી ઓછી છે. દરમિયાન વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button