લેબનોનની બહુમાળી ઈમારત પર ઇઝરાયલનો હવાઈ હૂમલો: હિઝબુલ્લાહનો ડ્રોન કમાંડર ઠાર મરાયાનો દાવો
બેરૂત: ઇઝરાયલી સેનાએ ગુરુવારે લગ્નની રાજધાની બેરૂતમાં એક એપાર્ટમેન્ટ પર કરેલા હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડ્રોન કમાંડરને ઠાર મરાયાનો દાવો કર્યો છે. કમાન્ડર મોહમ્મદ હુસેન સુરુરને ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જો ઇઝરાયેલના આ દાવા પર હિઝબુલ્લાહએ કોઈ ટિપ્પણી કરી નથી. જોકે આ હુમલા બાદ હિઝબુલ્લાહએ ઇઝરાઇલ પર રોકેટ છોડ્યા હતા.
ઇઝરાયલે ગયું છે કે આ હુમલાઓ બેરુતનાં દહિયાહમાં એક બહુમાળી ઈમારત પર કરવામાં આવ્યાં હતા. આ ઈમારતમાં હિઝબુલ્લાહનો ડ્રોન કમાંડર છુપાયેલો હતો. IDF એ આરોપ લગાવ્યો છે કે, મોહમ્મદ સરૂર લાંબા સમયથી હિઝબુલ્લાહનો સભ્ય હતો અને વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કરીને ઈઝરાયેલી નાગરિકો અને આઈડીએફના સૈનિકો સામે ઘણા આંતકવાદી હુમલાઓને અંજામ આપી ચૂક્યો છે. ઇઝરાયેલ ના પીએમઓ એ જણાવ્યું છે કે બેન્જામિન નેતન્યાહુએ યુએન જનરલ એસેમ્બલીની માટે ન્યૂયોર્ક ની તેમની ફલાઇટ દરમીયાન આ ઓપરેશનને મંજૂરી આપી હતી.
આ હુમલા અંગે લગ્નના સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું હતું કે દ્વારા ગુરુવારે બપોરે બે રૂટ ના દક્ષિણી ઉપનગર દહિયાહમાં એક ઈમારત પર ઇઝરાયલ ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે લોકોના મોત થયા છે. જયારે 15 લોકો કાયલ હોવાનુ મનાય રહ્યું છે. ઘાયલોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જેની હાલત ગંભીર છે.