મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છ ગામ ધારેશી હાલે મુલુન્ડ મહેંદ્ર નરમ (ઉં.વ. ૭૧) બુધવાર, તા. ૨૫-૯-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. રામજી પુરુષોત્તમ નરમ અને સ્વ. શાંતાબેન રામજી નરમના પુત્ર. ભાવનાના પતિ.. પૂર્વી કૌશિક તન્ના, તૃપ્તી વૈભવ ધામણકર, રિચા મેહુલ રામાણીના પિતા. પ્રવીણ, જયંતી, ચંદ્રકાંતના ભાઈ. અરુણાબેન નરમ, ઈંદિરાબેન મુકેશના ભાઈ સ્વ. કુસુમ નારાયણજી ધરમસી કોઠારાના અંજારવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે.

નડિયાદ વિસા ખડાયતા વણિક
નડિયાદ નિવાસી હાલ મુંબઈ કાંતાબહેન વાસુદેવ પરીખ (ઉં. વ. ૯૯) તે સ્વ. વાસુદેવ પરીખના ધર્મપત્ની તે જીતેન્દ્ર ચંદ્રવદન પ્રબોધ અરૂણના માતુશ્રી. તે નીલાક્ષી દમયંતી મીત્રા નયનાના સાસુ. તે ઈન્દુબહેન, ડૉ. જયંતીલાલ, બાલકૃષ્ણ, પ્રવીણચંદ્ર સૌરેન્દ્રના બહેન તા. ૨૪-૯-૨૪ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગામ ઢશા, આંબરડીવાળા હાલ મુંબઈ, ગં. સ્વ. લીલાબેન નંદલાલ મકવાણાના પુત્ર સ્વ. મહેન્દ્ર મકવાણા (ઉં. વ. ૬૯) તા. ૨૩-૯-૨૪ને સોમવારે રામચરણ પામ્યા છે. તે જયશ્રીબેન, સ્વ. હંસાબેન તથા નરેશભાઈના મોટાભાઈ. તે મનીષાબેનના જેઠ. તે પ્રશાંત, જયના દાદા. તે પ્રફુલ, વિજય, સતીષ, દિનેશ, લીનાના મામા તથા વિશાલ, મિત્તલ, આશાના મામાજી. પ્રાર્થનાસભા તા. ૨૭-૯-૨૪ને શુક્રવારે ૪ થી ૬. રામમંદિર (સોરઠિયા વાડી), ૩જો કુંભારવાડા, મુંબઈ-૪.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
જૂનાગઢ હાલ ચેમ્બુર ગં. સ્વ. તરુલતાબેન ગુણવંતરાય પારેખ (ઉં. વ. ૮૮) તા. ૨૬-૯-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સંજયભાઇ-જોલીબેન, સોનલબેન-હરેનભાઇના માતુશ્રી. રૂષભ-ફોરમ, મનન-મિતાલી, જય-શ્રેયા, બીજલ-ઓસીના દાદી. તે રાજકોટ નિવાસી સરલાબેન રમેશભાઇ ગાંધી તથા કુસુમબેન કિશોરભાઇ શાહના વેવાણ.પિયર પક્ષે ધનકુવરબેન મોહનલાલ પારેખના દિકરી. તે કુસુમબેન મનસુખલાલ, મંજુલાબેન કાંતિલાલ, મીરાબેન મહેન્દ્રભાઇ, સરલાબેન લલિતભાઇ, ચંદ્રીકાબેન દિલીપભાઇ, વાસંતીબેન વસંતભાઇ, સ્વ. શશીકાંતભાઇ એલ, જયશ્રીબેન એસ, નલીનકાંત એલ, વિણાબેન એનના બેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૮-૯-૨૪ના ધી એકર્સ કલબ, પશમીના હોલ, હેમીંગવે કલાની માર્ગ, સીંદ્ધિ સોસાયટી, ચેમ્બુર, મુંબઇ-૭. ૫થી ૭, ત્વચાદાન કરેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. નરોત્તમદાસ વેલજી જોબનપુત્રા ગામ તુણાવાળાના ધર્મપત્ની શ્રીમતી રમાબેન (ઉં.વ. ૮૭) તે સ્વ. પુરૂષોત્તમ તુલસીદાસ બડિયા ગામ સુમરી રોહાવાળાની પુત્રી. અરૂણ, મીનાક્ષીના માતાશ્રી. અ. સૌ. જયશ્રીના સાસુજી. જીનલ, માનસી પિકુલ પટેલના નાનીમા. સ્વ. નરસીદાસ, સ્વ. મેઘજી, માયાના બહેન તા. ૨૦-૯-૨૪, શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૯-૨૪, શનિવારના ૫ થી ૭. પ્રાર્થનાસભા ૧લે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઝાલાવાડ સત્તરતાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર સૌ. રમાગૌરી દવે તા. ૨૫/૯/૨૪ના કૈલાસવાસી થયાં છે. તે સ્વ. સુશિલાબેન ગુણવંતરાય હરિશંકર દવેના પુત્રવધૂ. મહેન્દ્રભાઈના ધર્મપત્ની. હિતેશ, ભાવેશ, કોમલના માતા. પ્રીતિ, લોપા, વિશાલકુમારના સાસુ. સ્વ. સુરેશ, રમેશ, મુકેશ, ધરીતા તથા યોગેશના ભાભી. સ્વ. જયાબેન ધીરજલાલ ઠાકરના દીકરી, પ્રાર્થનાસભા તા. ૨૮-૯-૨૪ના શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ ભવન, જોશી લેન, ઘાટકોપર પૂર્વ પ થી ૭.

કચ્છ વાગડ લોહાણા
ગામ ખારોઈ હાલે કોપરખેરને (નવી મુંબઈ) નિવાસી જયાબેન મણીલાલ ઠાકરશીભાઈ રામાણીના પુત્ર ચેતનભાઈ રામાણી (ઉં.વ. ૫૦) તે ભાવનાબેનના પતિ. ક્રિશાના પિતાશ્રી. હિતેશભાઈ અને હરીશભાઈના ભાઈ. સ્વ. અમૃતલાલ જેઠાલાલ સાયતાના જમાઈ. સ્વ. મોહનભાઈ, જેન્તીભાઈ, નટુભાઈ, અશ્ર્વિનભાઈ પૂજારાના ભાણેજ, તા. ૨૪/૯/૨૪ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭/૯/૨૪ શુક્રવાર ૪-૩૦ થી ૬. શ્રી સ્વામિનારાયણ મંદિર સેકટર ૨૯, વાસી, નવી મુંબઈ.

કપોળ
જાળીયાવાળા હાલ કાંદીવલી સ્વ. પ્રતાપરાય રણછોડદાસ ચિતલીયાના પત્ની હંસાબેન (ઉં.વ. ૭૪) બુધવાર, તા. ૨૫/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અલ્પેશ, ભાવેશ, બીના અમિત ગાંધી, અલ્પા વિનોદ નાંઢાના મમ્મી. અમી, ક્ધિનરીના સાસુ. સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. મંગળાબેન નટવરલાલ મેહતાના ભાભી. પિયરપક્ષે દ્વારકાદાસ નારણદાસ કરવતના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, ૨૮/૯/૨૪ના ૫ થી ૭. વાંઝા વાડી, ધનામલસ્કૂલ સામે, ઈરાની વાડી, કાંદિવલી વેસ્ટ.

કચ્છી રાજગોર- બ્રાહ્મણ
ગામ ભદ્રેશ્ર્વર હાલે મીરા રોડ ચુનીલાલ દેવજી જોષી (નાકર) (ઉં.વ. ૭૮) તા. ૨૩/૯/૨૪ને સોમવાર રામશરણ પામેલ છે. તે સ્વ. અમૃતબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન દેવજી પુરુષોત્તમના સુપુત્ર. શિલ્પાબેન જીતેન્દ્ર, અલ્પાબેન ગિરીશ, અનુરાધા રશ્મિકાન્તના પિતા. સ્વ. મોહનલાલ, સ્વ. શંભૂલાલ, સ્વ. નારાયણદાસ, સ્વ. રણછોડદાસ, સ્વ. વેલબાઈ હીરજી મોતાના નાનાભાઈ. ગામ ભુજપુરના સ્વ. મોંઘીબેન હરિરામ કાનજી જોષીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૭/૯/૨૪ને શુક્રવાર ૩ થી ૫. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝ સામે, એલ .ટી રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટિયા
કચ્છ માંડવી નિવાસી હાલ હૈદરાબાદ ગં.સ્વ. ઉષાબેન રામૈયા (ઉં.વ. ૮૧) ૨૫/૯/૨૪ના હૈદરાબાદ મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દિવાળીબેન રણછોડદાસ સુતરીયા માંડવીવાળાની દીકરી. સ્વ. જયસિંહ લાલજી રામૈયાના ધર્મપત્ની. શ્યામ, પરિમલ, જેતલ તથા પરીક્ષિતના માતુશ્રી. સ્મિતા, ભાવના, રૂપા, ચેતનાના સાસુ. ગં.સ્વ. ભાનુમતી ઠાકરશી વૈદના બહેન. પ્રાર્થનાસભા ૨૭/૯/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. કચ્છી લોહાણા મહાજનવાડી, ભીંડોરી રોડ, નાસિક.

કપોળ
ગામ મતીરાળા હાલ કાંદિવલી ગં.સ્વ. નિરંજનાબેન પ્રતાપરાય નાગરદાસ મોદીના સુપુત્ર હેમંત મોદી (ઉં.વ. ૬૦) તે આરતીબેનના પતિ. હીરક અને અદિતિના પિતાશ્રી. પૂર્વી નિખિલના જેઠ. સ્વ. જયાબેન નટવરલાલ મોહનલાલ વોરાના જમાઈ. ભૂપતભાઈ છગનલાલ ભુતાના ભાણેજ, તા. ૨૪-૯-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૯-૨૪ના શનિવાર ૫.૦૦ થી ૭.૦૦. લોહાણા બાલાશ્રમ હોલ, મંગુભાઈ દત્તાણી માર્ગ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
મૂળ ગામ કલકત્તા હાલ કાંદિવલી નિવાસી હર્ષાબેન (હસુમતિબેન) લાલ (ઉં.વ. ૬૨) તા. ૨૫-૯-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન જમનાદાસ ગોકળદાસ લાલની પુત્રવધૂ. કિરીટભાઈ લાલના પત્ની. નિકિતા-પ્રિયલના માતુશ્રી. સ્વ. નિર્મળાબેન તથા સ્વ. નંદલાલ કેશવજી સોઢાની પુત્રી. મોનીષ રાજેશભાઇ ભાવસારના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭/૯/૨૪ના શુક્રવારે ૫ થી ૭. લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ.વી. રોડ, કાંદીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
દેસલપરના સ્વ. મંગળાબેન લક્ષ્મીકાંત (શ્રીપતિ) જટાશંકર ધતુરિયાના પુત્ર અજય (ઉં.વ. ૫૫) સ્વ. સરસ્વતીબેન કલાપીભાઈ, ભાવનાબેન નરેન્દ્રભાઈ, સ્વ. કસ્તૂરબેન બિહારીલાલ હરિયામાણેક, સ્વ. ભાગ્યવંતીબેન મૂળશંકર ધરાદેવ, સ્વ. જયાબેન હરીશભાઈ હરિયામાણેક, ચંદાબેન હેમંતભાઈ સાહેલના ભત્રીજા. કિર્તીબેન, સ્વ. જગદીશભાઈ, જયશ્રીબેનના ભાઈ. મધુસૂદન બલિભાઈ ચઠ્ઠમંદરા, કમલેશ વિજયશંકર રાડિયાના સાળા. સ્વ. હરિરામ ગાવડિયાના દોહિત્ર તા. ૨૨-૯-૨૪ના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય.બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…