અજમેર દરગાહને મંદિર જાહેર કરવાની અરજી પર કોર્ટનો મોટો આદેશ
અજમેર: અજમેરની (Ajmer) અદાલતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને (Khwaja Moinuddin Chishti Dargah) ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર તરીકે જાહેર કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ દાવો કર્યો હતો કે દરગાહ મંદિરના અવશેષ પર બનાવવામાં આવી છે. કોર્ટે કહ્યું કે આ મામલો તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી.
રાજસ્થાનના અજમેરમાં એવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને સ્થાને મૂળ શિવ મંદિર હોવાના વિવાદે જોર પકડયું છે. ત્યારે રાજસ્થાનની એક કોર્ટે આ મામલે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દરગાહને સ્થાન પર ભગવાન શ્રી સંકટમોચન મહાદેવના મંદિર પરિવર્તિત કરવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે આ મામલો તેમના અધિકારક્ષેત્રની બહાર છે. હિન્દુ સેના પ્રમુખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે દરગાહ મંદિરના અવશેષો પર બનેલી છે.
શું કરી છે માંગ?
હિન્દુ સેના પ્રમુખ ગુપ્તાએ અરજીમાં એવી પણ માગણી કરી હતી કે દરગાહના સંચાલનને લગતો અધિનિયમ રદ્દ કરવામાં આવે અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. સાથે જ ASIને તે સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપવામાં આવે. ગુપ્તાના વકીલ શશિરંજને જણાવ્યું કે, તેમણે બે વર્ષથી સંશોધન કર્યું છે. તેમના કહેવા પ્રમાણે, પહેલા ત્યાં એક શિવ મંદિર હતું જેને મુસ્લિમ આક્રમણકારોએ તોડી પાડ્યું હતું અને પછી ત્યાં દરગાહ બનાવવામાં આવી હતી.
શું છે અજમેર શરીફ દરગાહ:
રાજસ્થાનના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, અજમેર શરીફ દરગાહને ભારતના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંનું એક ગણવામાં આવે છે અને તે અજમેની આગવી ઓળખ છે. પર્શિયાથી આવેલા સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર અહીં છે. ખ્વાજા સાહેબના ધર્મનિરપેક્ષ ઉપદેશોને કારણે આ દરગાહના દરવાજા તમામ ધર્મ, જાતિ અને આસ્થાના લોકો માટે ખુલ્લા છે.