નેશનલ

PM Modiએ ત્રણ દેશી સુપરકમ્પ્યુટર્સ ‘પરમ રુદ્ર’નું કર્યું ઉદ્ઘાટન

સુપરકમ્પ્યુટિંગ ટેક્નોલોજીથી મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં મદદ મળશે

પુણે: દૂરંદેશીપણું હોય તો જ દેશ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, એમ જણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી અપગ્રેડેશન દ્વારા ગરીબોને સશક્ત બનાવવા પર ભાર મૂકયો હતો. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન હેઠળ વિકસાવવામાં આવેલા ત્રણ દેશી સુપરકમ્પ્યુટર્સ ‘પરમ રુદ્ર’નું વીડિયો લિંક દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ જણાવ્યું હતું કે ભારત શક્યતાઓના અનંત આકાશમાં નવી તકોને કંડારી રહ્યો છે. સામાન્ય લોકોને ટેક્નોલોજીમાં સંશોધનને કારણે કેવી રીતે લાભ થઇ શકે તેની ખાતરી કરવા માટેના પગલાં સરકાર દ્વારા લેવાઇ રહ્યા છે.

‘નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન ૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યું હતું અને હવે સુપરકમ્પ્યુટિંગ ટેક્નોલોજી આગળ વધી રહી છે જેના દ્વારા આઇટી, મેન્યુફેક્ચરિંગ, મધ્યમ અને લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં મદદ મળશે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: વડા પ્રધાન મોદીએ પેલેસ્ટાઇનના લોકોને સમર્થનની ખાતરી આપી, પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે સાથે ચર્ચા

સરકાર દ્વારા વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગગનયાન મિશન શરૂ થઇ ગયું છે અને ૨૦૨૩૫ સુધી અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. આ પ્રકલ્પના પ્રથમ તબક્કાને મંજૂરી આપી દેવામાં આવી છે. વિજ્ઞાનનો ઉપયોગ આત્મનિર્ભરતા માટે કરવાનો અમારું અભિયાન છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા ત્રણ દેશી સુપર કમ્પ્યુટર ૧૩૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે અને તેને પુણે, દિલ્હી અને કોલકાતામાં વૈજ્ઞાનિક સંશોધન માટે મૂકવામાં આવ્યા છે. આ આબોહવા અને વાતાવરણ અંગે સંશોધન માટેની ૮૫૦ કરોડ રૂપિયાની હાઇ-પર્ફોમન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ