નેશનલ

મોદીએ રોજગાર પ્રણાલીને ‘વ્યવસ્થિત રીતે’ ખતમ કરી: રાહુલ ગાંધી

ચંડીગઢ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાની ભાજપ સરકાર પર દેશમાં ‘વ્યવસ્થિત રીતે રોજગાર પ્રણાલીનો અંત’ લાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

કરનાલ નજીક અસાંધ ખાતે રેલીને સંબોધતાં લોકસભામાં વિપક્ષી નેતાએ તેમની તાજેતરની યુ.એસ.ની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ત્યાં તેઓ હરિયાણાના ઇમિગ્રન્ટ્સને મળ્યા હતા જેઓ સારા ભવિષ્યની શોધમાં ત્યાં ગયા હતા કારણ કે તેઓ ભારતમાં નોકરી મેળવી શકતા નહોતા. મેં તેમની સફરને સમજી હતી કે તેઓ કેવી રીતે એક ઘરમાં ભરેલા 20 અન્ય લોકો સાથે રહેવા માટે યુ. એસ. પહોંચ્યા હતા. તેઓએ સાથી ભારતીયોને રસ્તામાં મરતા જોયા છે. તેઓએ પહેલા તેમની જમીન વેચી અથવા ઊંચા વ્યાજે લોન લીધી, પરંતુ તેમનો વ્યવસાય શરૂ કરવા માટે રૂ. 50 લાખનો ખર્ચ કરી શક્યા નહીં કારણ કે નફાની કોઈ ગેરંટી નથી, એમ તેમણે કહ્યું હતું.

રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે આ મોદી સરકાર અને રાજ્ય સરકારને કારણે આવું થઈ રહ્યું છે જેમણે રોજગારીને વ્યવસ્થિત રીતે નુકસાન પહોંચાડ્યું છે. મોદી તમારી પાસે જે (ખેતી) છે તે છીનવી લેવા માટે કાળા કાયદા લાવે છે. હું જમ્મુ અને કાશ્મીરમાં ગયો, હિમાચલ પ્રદેશમાં ગયો સફરજનના બિઝનેસ અદાણીને વેચી દેવામાં આવ્યા છે. તેમની કરોડોની લોન માફ કરવામાં આવી છે, પરંતુ તમારી લોન માફ થતી નથી.

જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, અમે ફક્ત એ જાણવા માટે કહી રહ્યા છીએ કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, એસટી/એસસી છે? એમાં તેમને શું વાંધો છે? એવો સવાલ રાહુલ ગાંધીએ ઉપસ્થિત કર્યો હતો.

તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે પાંચમી ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સ્વીપ કરશે. રેલીમાં કોંગ્રેસના સાંસદ કુમારી સેલજા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય એકમના વડા ઉદયભાણ હાજર હતા. આ ચૂંટણીના પ્રચારમાં પ્રથમ વખત હુડ્ડા અને સેલજાએ એક મંચ પર સાથે આવ્યા હતા.

ગાંધીએ હરિયાણા માટે કોંગ્રેસના ચૂંટણી વચનો વિશે પણ વાત કરી હતી, જેમાં મહિલાઓ માટે મહિને રૂ. 2,000 અને જો તેમનો પક્ષ સત્તા પર આવે તો રૂ. 500ના દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવાનો સમાવેશ થાય છે.

હરિયાણામાં બે લાખ ખાલી પદોે ભરવામાં આવશે અને કોંગ્રેસે લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીનું વચન આપ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે પાંચ ઓક્ટોબરે મતદાન થશે અને આઠ ઓક્ટોબરે મત ગણતરી થશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…