આમચી મુંબઈ
મુંબઈમાં 2-BHK ફ્લેટની માગણી વધુ, આલિશાન ઘરોનું રેકોર્ડ બ્રેક વેચાણ
મુંબઈ: છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈમાં આલિશાન ઘરની માગણીમાં વધારો થયો છે ત્યારે બીજી તરફ મિડલ ક્લાસ અને હાઇ ક્લાસ સેકશન તરફથી ટુ-બીએચકે ઘરને વધુ પસંદગી આપવામાં આવી રહી હોવાનું જણાયું છે. આ વર્ષે ઘર ખરીદીમાં ૫૭ ટકા લોકોએ ટુ-બીએચકેના ફ્લેટ ખરીદ્યા હોવાનું એક સર્વેક્ષણમાં જણાયું છે. મુંબઈ શહેરમાં આ વર્ષે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌથી વધુ ૧૨,૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેના હેઠળ ૨,૦૦૦ ચોરસ ફૂટ અથવા તેનાથી વધુ એરિયાના ઘર બનાવવામાં આવ્યા છે.
ટુ-બીએચકેના ઘરની માગણી કેમ વધી?
- કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ કરવાનું હોવાથી લોકોને વધુ મોટા ઘરની જરૂર પડવા લાગી.
- લોકોની માગણીને ધ્યાનમાં રાખીને બિલ્ડરોએ પણ તેમના પ્રોજેક્ટમાં ટુ-બીએચકેના વધુ ફ્લેટ બનાવવાનું શરૂ કર્યું.
- હાલના સમયમાં વન-બીએચકેના ફ્લેટ બનવાનું બંધ થઇ ગયું છે, તેથી લોકો ટુ-બીએચકેના ફ્લેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ઘરની કિંમતમાં પણ વધારો? - મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં ટુ-બીએચકેના ફ્લેટ પચાસ લાખ રૂપિયાથી લઇને એક કરોડ રૂપિયા અથવા તેનાથી પણ વધુ ભાવના છે.
- પૂર્વ ઉપનગરમાં આવા ફ્લેટની કિંમત પચાસ લાખ રૂપિયાથી ૮૦ લાખ રૂપિયા સુધીની છે. લોકો પોતાના વન-બીએચકેના ફ્લેટ વેચીને ટુ-બીએચકે ફ્લેટ ખરીદી રહ્યા હોવાનું સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.
- પશ્ચિમ ઉપનગરમાં કાંદિવલી, મલાડ, બોરીવલી, મીરા રોડમાં લોકો વધુ ખરીદી કરી રહ્યા છે.
છ મહિનામાં અઢી હજાર આલિશાન ઘરનું વેચાણ
ટુ-બીએચકે ઘરનું વેચાણ ભલે વધુ હોય, પણ જે ઘરની કિંમત ચાર કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ છે એવા ૨,૫૦૦ ઘરનું વેચાણ પણ મુંબઈમાં થયું છે
Taboola Feed