મનોરંજન

ઓસ્કરમાં UK તરફથી હિંદી ફિલ્મ ‘સંતોષ’ આપશે ‘લાપતા લેડિઝ’ને પડકાર

તાજેતરમાં જ એવી જાહેરાત થઇ હતી કે કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હશે. હવે UKમાંથી પણ ભારતીય સિનેમાપ્રેમીઓ ખુશ થાય એવા સમાચાર આવી રહ્યા છે. યુકેએ ઓસ્કાર એવોર્ડ્સની ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં તેની સત્તાવાર એન્ટ્રી કરી છે તે ફિલ્મ હિન્દી ફિલ્મ છે.

મળતી માહિતી અનુસાર બ્રિટિશ ભારતીય ફિલ્મ સંધ્યા સુરીની ફિલ્મ ‘સંતોષ’ 97માં ઓસ્કર એવોર્ડ્સ માટે યુકેની સત્તાવાર એન્ટ્રી હશે. આ ફિલ્મ યુકે, ભારત, જર્મની અને ફ્રાન્સનું આતરરાષ્ટ્રીય સહનિર્માણ છે. ભારતની ‘લાપતા લેડિઝ’ સાથે લોકોની નજર ‘સંતોષ’ પર પણ રહેશે. બંનેએ ફોરેન ફિલ્મ કેટેગરીમાં ઓસ્કરમાં એન્ટ્રી મારી છે.

સંતોષ ફિલ્મમાં ઉત્તર ભારતની વાત છે. સંતોષ નામની મહિલા તેના પતિના મૃત્યુ પછી તેના સ્થાને પોલીસની નોકરી મેળવે છે. ‘સંતોષ’ની ભૂમિકા શહાના ગોસ્વામીએ ભજવી છે. ફિલ્મનું શૂટિંગ લખનઊમાં થયું છે. શહાના સાથે ‘પંચાયત’ અને ‘ગુલ્લક’ ફેમ અભિનેત્રી સુનીતા રાજવાર છે. ‘સંતોષ’નું પ્રિમીયર આ વખતે કાન્સમાં થયું હતું.

યુકેને પણ ‘સંતોષ’ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે આ વર્ષે યુકેની ફિલ્મ ‘ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ’ને ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. નિર્દેશક સંધ્યા સૂરીએ ‘સંતોષ’થી ફીચર ફિલ્મ ડિરેક્શનમાં પગ મૂક્યો છે. આ પહેલા તે ડોક્યુમેન્ટરી ફિલ્મો જ કરતી હતી. સંધ્યાને 2016માં સનડાન્સ ઈન્સ્ટિટ્યૂટની ડિરેક્ટર્સ લેબમાં સ્થાન મળ્યા બાદ તેણે ‘સંતોષ’ પર કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : Natasa Stankovic એ કર્યું કંઈ એવું કે જોઈને Hardik Pandya તો…

ફિલ્મ ‘સંતોષ’ની મુખ્ય અભિનેત્રી શહાના ગોસ્વામી બોલિવૂડની ઘણી ફિલ્મોમા ંજોવા મળી છે. 2008માં આવેલી ફરહાન અખ્તરની ફિલ્મ રૉક ઓન માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. ટેલેન્ટેડ અભિનેત્રી શહાનાએ મનોજ બાજપેયીની ફિલ્મ ‘ગલી ગુલિયાં’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને કપિલ શર્માની ‘ઝ્વિગાટો’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…