સ્પોર્ટસ

સામે આવ્યો ‘કેપ્ટન કૂલ’ માહીનો નવો લુક, તસવીરો સોશિયલમાં થઇ વાઇરલ

વર્લ્ડ કપની શરૂઆત થાય એ પહેલા કેપ્ટન કૂલ માહીએ પોતાની હેર સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે. માહીના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહી છે. ધોની હવે ફરીએકવાર લાંબા વાળમાં જોવા મળશે.

નવા લુકમાં ધોની બોલીવુડના તમામ હીરોને જાણે ટક્કર આપી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ધોની લાંબા વાળ સાથે જોવા મળી રહ્યો હતો અને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે વર્ષ 2007ના ટી-20 વર્લ્ડ કપના પોતાના જૂના લુકમાં ફરીવાર દેખાઇ શકે છે. કરિયરની શરૂઆતના દિવસોમાં ધોની લાંબા વાળ રાખતો હતો અને લાંબા વાળની તેની હેર સ્ટાઇલ ચાહકોમાં પણ એટલી જ લોકપ્રિય હતી.

આ વખતે ધોનીએ તેના વાળનો રંગ પણ બદલ્યો છે અને વધેલી લેન્થ સાથે તે ખૂબ જ સ્ટાઇલીશ દેખાઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ નવા લુક સાથે ધોનીએ સૌને તેના જૂના દિવસોની યાદ તાજી કરાવી દીધી છે.

જો કે ધોનીને આ રિફ્રેશીંગ લુક આપનાર કસબી છે આલિમ હકીમ, અને તેણે જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર ધોનીના નવા લુકની તસવીરો શેર કરી હતી. આલિમ હકીમ ધોનીનો વર્ષો જૂનો સ્ટાઇલિસ્ટ છે અને તેણે જ ધોનીને તેના વાળ વધારવા માટે રિક્વેસ્ટ કરી હતી. ધોનીના IPLના લુક તેમજ અન્ય ઘણા લુક્સ તેણે ડિઝાઇન કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button