‘તમારી ત્રણ પેઢી આવી જાય, તો ય કલમ 370 પાછી નહીં આવે’, શાહનો રાહુલ ગાંધીને પડકાર

શ્રીનગરઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. આ સમયે તેમણે ફારૂખ અબદુલ્લાની નેશનાલિસ્ટ કૉંગ્રેસ, કોંગ્રેસ અને રાહુલ ગાંધી બધા પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ કહે છે કે કૉંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 વાછી લાવશે એમ જણાવતા તેમણે પડકાર ફેંક્યો હતો કે, રાહુલ બાબા તમે તો શું, તમારી ત્રણ પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે તે 370 પાછી લાવી શકે.”
અમિત શાહે જણાવ્યું હતું કે મોદીની સરકારમાં જમ્મુ કાશ્મીરમાં ના તો પથ્થરમારો છે કે ના તો આતંકવાદ છે. રાજ્યની પ્રગતિ થઇ રહી છે. ચૂંટણી પછી
જમ્મુ-કાશ્મીરને ચોક્કસ રાજ્યનો દરજ્જો મળશે, પણ એ દરજ્જો મોદી સરકાર આપશે. અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકશાહી લાવીશું, પણ આ લોકોએ જમ્મુ કાશ્મીરને વિભાજીત રાખ્યું છે. આ લોકોએ ટિકિટ આપીને પોતાના મળતિયાઓને જ નેતા બનાવ્યા છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે તેમનું હેલિકોપ્ટર અહીં લેન્ડ થઇ શકે તેમ નહોતું. તેઓ ઉધમપુર આવ્યા. તેમણે ડ્રાઇવરને પૂછ્યું કે અહીં પહોંચવામાં એકાદ કલાકનો સમય તો લાગશે ને, પણ ડ્રાઇવરે કહ્યું કે રસ્તો સારો છે તેથી આપણે 25 મિનિટમાં જ પહોંચી જઇશું.
આ ઘટનાનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે આ સારા રોડ બનાવવાનું કામ મોદીજીએ કર્યું છે. તેમણે અફઝલગુરુને આપવામાં આવેલી ફાંસીનો મુદ્દો પણ ઉખેડ્યો હતો અને લોકોને જ પૂછ્યું હતું કે તેને ફાંસી આપી એ યોગ્ય છે કે નહીં.? જે પણ આતંક ફેલાવે તેને ફાંસીની સજા જ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસના પૂર્વ ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તેઓ મંત્રી હોવા છતાં લાલચોક આવતા ડરતા હતા, પણ હવે તેઓ બિન્દાસ અહીં આવી શકે છે. તેમને બુલેટપ્રુફ વાહનની પણ જરૂર નથી. આ બદલાવ મોદી સરકાર લાવી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું તે ઇલેક્શન બાદ જ્યારે અહીં ભાજપની સરકાર આવશે, ત્યારે કિસાન સન્માન નિધિનો હપ્તો વદારીને 10 હજાર કરવામાં આવશે. જમ્મુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેટ્રો આવશે, આતંકીઓએ તોડેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. મોદી સરકાર બધા જ અગ્નિવીરોને નોકરી આપવાનું કામ કરશે.
Also Read –