ઇન્ટરનેશનલ

પત્નીને સુરક્ષીત રાખવા માટે પતિએ કર્યું કંઇક એવું કે…… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર રોજ કંઇક ને કંઇક નવું પોસ્ટ થતું રહેતું હોય છે. હાલમાં જ એક એવી પોસ્ટ વાયરલ થઇ છે જે લક્ઝરી લાઇફ સ્ટાઇલની અને અમીરો અંગેના આપણા વિચારોને ધરમૂળથી બદલી દેશે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે શાહજહાંએ તેની પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા તાજમહાલ બંધાવ્યો. લોકો પ્રેમમાં આસમાનના તારા તોડી લાવવાની વાતો કરતા હોય છે અને પોતાની પ્રેમિકા કે પત્નીને મોંઘી મોંઘી ગિફ્ટ પણ આપતા હોય છે. અને વળી મુકેશ અંબાણી જેવા ધનકુબેર હોય તો પ્રિય પત્નીને ભેટમાં જેટ વિમાન પણ આપી દે. આપણે અહીં એવા જ દિલદાર પતિની વાત કરવાની છે, જેણે એની પત્ની માટે આખો ટાપુ જ ખરીદી લીધો. ચોંકી ગયાને આ વાત વાંચીને! પણ આ સાચી વાત છે. આવો આપણે વિગતે જાણીએ.

દુબઇની એક મહિલાએ દાવો કર્યો છે કે તેના કરોડપતિ પતિએ એક ખાનગી ટાપુ ખરીદી લીધો છે, જેથી તે બીચ પર સુરક્ષા અનુભવી શકે. આ મહિલાનું નામ સાઉદીઆ અલ નાદાક છે. તેના પતિનું નામ જમાલ અલ નાદાક છે અને તે બિઝનેસ મેન છે. સાઉદીઆએ સોશિયલ મીડિયા પર એક પ્રાઇવેટ આયલેન્ડનો વીડિયો શેર કર્યો છે. દાવો કર્યો છે કે તેના પતિએ તેના માટે ટાપુ ખરીદ્યો છે. તેણે આ વીડિયો કેપ્શન સાથે માં લખ્યું છે કે, POV: તમે બિકીની પહેરવા માંગતા હતા તેથી તમારા કરોડપતિ પતિએ તમારા માટે એક ટાપુ ખરીદ્યો.

સાઉદીઆ દુબઇના બિઝનેસમેન જમાલ અલ નાદાકની બ્રિટીશ મૂળની પત્ની છે. તે ફૂલ ટાઇમ ગૃહિણી છે. બંને જ્યારે દુબઇમાં ભણતા હતા ત્યારે મળ્યા હતા.. ત્રણ વર્ષ પહેલા તેઓએ મેરેજ કર્યા છે. સાઉદીઆ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક એકાઉન્ટ પર વૈભવી જીવનશૈલીની ઝલક દર્શાવતી રહેતી હોય છે.

સાઉદીઆએ વીડિયોમાં દાવો કર્યો છે કે એના પતિએ આખો ટાપુ ખરીદી લીધો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે અને એક અઠવાડિયામાં એને લાખો લાઇક મળ્યા છે.


સાઉદીઆએ જણાવ્યું હતું કે તે અને તેના પતિ ઘણા સમયથી રોકાણ માટે એકાદ ટાપુ ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા. મારા પતિ ઇચ્છતા હતા કે હું બીચ પર સુરક્ષિત અનુભવું અને મને મન થાય ત્યારે બિકિનીમાં સ્વીમ કરી શકું. તેથી મારા માટે મારા પતિએ આ ટાપુ ખરીદી લીધો. સાઉદીઆએ આ ટાપુનું નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે આ ખાનગી ટાપુ ખરીદવા માટે તેના પતિએ 374 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

સાઉદીઆ અવારનવાર પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. આ પ્રાઇવેટ આયલેન્ડના વીડિયો પછી પણ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેને શો-ઓફ ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેના દાવા પર જ સવાલ ઉઠાવી રહ્યા છે.

પણ, જે હોય તે, આ વીડિયો એક વાર જરૂર જોવા જેવો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button