પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા

હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે ભાદરવા મહિનાની અમાસ સુધી પિતૃ પક્ષ ચાલશે

પિતૃ પક્ષ દરમિયાન તુલસી સંબંધીત કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે

અમે તમને જણાવીશું કે પિતૃ પક્ષ દરમિયાન તુલસી સંબંધિત આ ભૂલો ન કરવી જોઈએ

પિતૃ પક્ષ દરમિયાન તુલસીની પૂજા કરવી જોઈએ જો તમે તુલસીની પૂજા ના કરો તો પૂર્વજો ગુસ્સે થઈ શકે છે

પિતૃ પક્ષ દરમિયાન તુલસીને ગમેતેમ સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે કારણ કે તુલસીનો છોડ હિંદુ ધર્મમાં પવિત્ર છે

તેથી તેને સ્પર્શ કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે

પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ તુલસીના પાન ના તોડવા જોઈએ. 

પાન તોડવાથી પિતૃઓ નારાજ થવાનો ભય રહે છે અને જેના કારણે જીવનમાં સમસ્યાઓ વધી શકે છે

આ માહિતી ધાર્મિક ગ્રંથો અને વિવિધ માન્યતાઓ પર આધારિત છે