આમચી મુંબઈમનોરંજન

મુંબઈ એરપોર્ટ પર Shahrukh Khanની એક ઝલક માટે ફેન્સની ધક્કામુકી, કિંગ ખાને સંયમ જાળવી રાખ્યો

મુંબઈ: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન(Shahrukh Khan)ની લોકચાહના ભારતમાં કોઈ પણ સેલિબ્રિટી કરતા વધુ છે, એમાં કોઈ બેમત ના હોઈ શકે. ફેન્સ શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે પડાપડી કરતા હોય છે. એવામાં આજે ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર કંઇક આવાજ દ્રશ્યો સર્જાયા હતાં. વહેલી સવારે શાહરૂખ ખાન મુંબઈ એરપોર્ટ પહોંચ્યો ત્યારે ચાહકોની ભીડ બેકાબુ થઇ ગઈ હતી, સુરક્ષાકર્મીઓ ભારે જહેમત બાદ સ્થિતિ સંભાળી હતી.

અહેવાલ મુજબ શાહરૂખ ખાન અબુ ધાબીમાં આયોજિત આઈફા ઈવેન્ટ માટે રવાના થઈ રહ્યો હતો, એ સમયના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. શાહરૂખ ખાન કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટમાં પ્રવેશ્યો હતો. શાહરૂખ તેની કારમાંથી બહાર આવતા જ સુરક્ષાકર્મીઓએ તેને ઘેરી લીધો હતો. સુરક્ષાકર્મીઓ ઘેરો બનાવીને શાહરૂખને એરપોર્ટ અંદર લઇ જઈ રહ્યા હતાં, એ દરમિયાન ચાહકોની ભીડ બેકાબુ થઇ ગઈ હતી.

ચાહકો બૂમો પાડતા શાહરૂખની નજીક પહોંચી ગયા હતાં. એક છોકરી અને એક મહિલા તેની તરફ દોડ્યા અને ધક્કો મારવા લાગ્યા. આ દરમિયાન શાહરૂખ પણ સંતુલન ગુમાવી બેઠો હતો. જોકે શાહરૂખે સ્વસ્થતા જાળવી રાખી હતી અને સુરક્ષિત રીતે એરપોર્ટ અંદર પહોંચ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શાહરૂખ ખાને સંયમ જાળવી રાખ્યું હતું. એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તેમણે હાથ મિલાવીને લોકોનું અભિવાદન પણ કર્યું હતું.
https://www.instagram.com/reel/DAXgnkcsaK7/?utm_source=ig_web_button_share_sheet

શાહરૂખ ઘણા વર્ષો પછી ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (આઈફા)નો ભાગ બની રહ્યો છે. 27 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન આઈફાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય ઈવેન્ટની શરૂઆત આઈફા ઓપનિંગ સેરેમની સાથે થશે. તે દક્ષિણી ફિલ્મ ઉદ્યોગો – તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડને સમર્પિત કાર્યક્રમ પણ છે. આ કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીનું સન્માન કરવામાં આવશે. બીજા દિવસે, શાહરૂખ, વિકી કૌશલ અને કરણ જોહર આઇફા એવોર્ડ નાઇટ હોસ્ટ કરવા માટે સ્ટેજ પર જોવા મળશે.

રેખા લાંબા સમય બાદ આઇફા સ્ટેજ પર પરત ફરશે. આ કાર્યક્રમમાં શાહિદ કપૂર, કૃતિ સેનન, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂર પણ પરફોર્મ કરશે. હની સિંહ, શિલ્પા રાવ અને શંકર-અહેસાન-લોય દર્શકો માટે લાઈવ પરફોર્મ કરશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button