ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવી જવાના છો? તો આ તમારી કામની વાત નોંધી લેજો નહીં તો….

નવરાત્રિ શરૂ થવા આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે પણ નવરાત્રિના દિવસોમાં વૈષ્ણોદેવીના દર્શન કરવા જવાનો પ્લાન બનાવતા હો કે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ માહિતી તમારી માટે ઘણી કામની છએ. તમે આ કામ ઘરેથી કરીને જશો તો તમને ઘણી સગવડ રહેશે.

હાલમાં વૈષ્ણોદેવીમાં ઘણી જ ભીડ છે અને આગામી નવરાત્રિના તહેવારમાં તો આ ભીડમાં ઓર વધારો થશે. એવા સમયે જતા પહેલા જો તમે કેટલાક કામો ઓનલાઇન કરીને જશો તો તમને ત્યાં ઘણી સુવિધા રહેશે. આવો આપણે વિસ્તારથી જાણીએ.

આપણે પહેલા shri mata vaishno devi shrine board online services વિશે જાણીએ, જે તમારી યાત્રા સરળ અને ટેન્શન ફ્રી બનાવશે. વૈષ્ણોદેવી જતા વખતે તમારે ઘરેથી નીકળતા પહેલા આ કામ કરી લેવા જોઇએ નહીં તો તમારે રેલવે સ્ટેશનથી બાણગંગા સુધી લાંબી લાઇનોમાં મુશ્કેલી વેઠવાનો વખત આવશે. (અહીંથી યાત્રા શરૂ થાય છે) અહીંથી ટ્રાવેલ સ્લિપ મેળવવામાં તમારો ઘણો બધો સમય વેડફાઇ જશે. આનાથી બચવા માટે તમે જ્યારે ઘરેથી નીકળો ત્યારે વૈષ્ણોદેવીની યાત્રાની સ્લિપ સાથે લઇને જ નીકળો. તમે ઓનલાઇન યાત્રા ટ્રીપની પરચી લઇને જ નીકળો. આ માટે તમારે માત્ર આટલું કરવું પડશે.

1) સૌથી પહેલા online.maavaishnodevi.org પર જાઓ.
2) અહીં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. OTP લઇને લોગઇન કરો. હવે તમારે તમારો પાસવર્ડ બનાવવો પડશે. તમે ત્યાર બાદ હંમેશા આ ઓનલાઇન રજિસ્ટ્રેશન આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છે.
3) હવે તમારા પ્રવાસ પરચી પર જવાનું છે
4) અહીં એ તારીખ પસંદ કરો જ્યારે તમે પ્રવાસ કરશો, ત્યાર બાદ કેટલા લોકો, તેમના નામ, આધાર કાર્ડ નંબર દાખલ કરો
5) ટ્રાવેલસ્લિપ બુક કરો. તેની પ્રિન્ટ લઇ લો અને તમારી સાથે લઇ જાવ

તમે કતરા ઉતરીને ભવન સુધીની બેટરી રિક્ષા અને ભવનથી ભૈરવ બાબા સુધીનો રોપ વે પણ બુક કરી શકો છો. આ માટે આટલું કરો…

1) online.maavaishnodevi.org પર જાવ
2) અહીં ટ્રાવેલ વિકલ્પ પર જાવ, હેલિકોપ્ટર, બેટરી કાર, રોપ-વે વચ્ચે પસંદગી કરો
3) જનારા લોકોના નામ, ઉંમર લખો. બેટરી કાર માટે તમારી અને તમારી સાથેના લોકોની ઉંમર 50થી વધુ હોવી જોઇએ. અર્ધ કુમારીથી ભવન માટે બેટરી કાર મળશે. અહીં સુધી તમારે જાતે જવું પડશે.

ત્યાર બાદ તમે ભવનથી ભૈરવ બાબા માટે રોપ-વે બુક કરી શકો છો. તમારે લોકોના નામ, નંબર અને પૈસા ભરીને ટિકિટ બુક કરવાની છે. આમ તમને ઝાઝી ઝંઝટ વિના માતા વૈષ્ણોદેવીના દર્શન થઇ જશે.

હવે આપણે વૈષ્ણોદેવીમાં રહેવા માટે ઓનલાઈન રૂમ બુક કરીએ.

1) સૌથી પહેલા online.maavaishnodevi.org પર જાઓ અને accomodation વિકલ્પ પર જાઓ.

વૈષ્ણો દેવી ભવનમાં dormitory રૂમ પસંદ કરશો તો બેડ દીઠ ચાર્જ 150 રૂપિયા છે.

ભક્તોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અગાઉથી જરૂરી બુકિંગ કરાવે જેથી તેમને સરળતાથી રૂમ ઉપલબ્ધ થઈ શકે. ઉપરાંત, શનિ-રવિ એટલે કે સપ્તાહના અંતે અને રજાના દિવસો પર અહીં ભારે ભીડ થતી હોવાથી, યાત્રાળુઓને સપ્તાહના મધ્યમાં તેમની યાત્રાનું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker