વેર-વિખેર – પ્રકરણ-૭૧
પપ્પા, આપણી જ પત્ની સાથે આપણે સીધા સંબંધ ન રાખી શકીએ તો બીજાના આડાસંબંધ વિશે ટીકા કરવાનો શો અર્થ?!
- કિરણ રાયવડેરા
‘ગાયત્રી, તું રેવતી અને જમાઈબાબુને મૂકવા ગઈ હતી?’
બધા પોતપોતાના કમરામાં રવાના થઈ ગયા બાદ જગમોહને પ્રશ્ર્ન કર્યો.
‘ના, રેવતીએ જીદ કરી કે અમે એકલાં ચાલ્યા જશું, તમારે આવવાની જરૂર નથી.’ ગાયત્રીએ જવાબ આપ્યો.
‘હં… અ…’ બોલીને જગમોહન વિચારમાં પડી ગયો.
‘કાકુ, તમારે પોલીસ સ્ટેશને ફોન કરીને ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત માટે ગોઠવણ કરવાની છે. વિક્રમભાઈની પણ વાત કરવાની છે.’ ગાયત્રીએ યાદ દેવડાવ્યું.
‘હા, મને યાદ છે…’
એ જ સમયે પૂજા હોલમાં દાખલ થઈ.
‘પપ્પા, માફ કરજો, તમને ડિસ્ટર્બ કર્યા…
‘ના…બેટા, બોલો, બોલો, શું કામ હતું?’ જગમોહને પોતાની મોટી વહુને પૂછ્યું.
‘પપ્પા, મારું મન કહે છે કે એમણે કોઈનું ખૂન કર્યું નથી. એમને કોઈએ ફસાવ્યા છે, જો તમે કંઈક કરો તો એ જલદી છૂટી જશે, બાકી પપ્પા…’ પૂજા થોડી ક્ષણ અટકી ગઈ.
‘હા… હા… બોલો બેટા, તમારે સંકોચ રાખવાની કોઈ જરૂર નથી…’
| Also Read: વેર-વિખેર – પ્રકરણ-૬૭
‘પપ્પા, એ જતાં જતાં જે તમારી સામે બોલતા ગયા એ માટે હું માફી માગું છું. એમના મનમાં કંઈ નથી, એ ફક્ત ગુસ્સામાં…..’ પૂજાએ પતિનો બચાવ કર્યો.
‘બેટા, હું મારા દીકરાને કયાં નથી ઓળખતો? તમે વિક્રમની ફિકર નહીં કરો. હું હમણાં જ
‘પોલીસ કમિશનરને ફોન કરું છું.’
‘અને એક બીજી વાત, પપ્પા…’ પૂજાએ ખચકાતાં અચકાતા કહ્યું.
‘હા, બોલો…’ જગમોહને ફોન હાથમાં લેતાં કહ્યું.
‘પપ્પા, બે-ત્રણ દિવસ તમારા માટે ભારે છે. તમે ખાસ સંભાળ લેજો. જરૂર પડે તો ઘરમાં-આસપાસમાં પોલીસ સિક્યુરિટી બેસાડી દેજો….!
‘તમે જઈ શકો છો… મિસ્ટર વિક્રમ દીવાન…’
પોલીસ સ્ટેશનના ઑફિસર ઇન્ચાર્જે વિક્રમ સાથે હસ્તધૂનન કર્યું. થોડી મિનિટો પહેલાં એક કોન્સ્ટબલ આવીને વિક્રમને પોલીસ લોકઅપમાં ખબર આપી ગયો હતો કે તમને છોડવાનો ઉપરથી હુકમ આવી ચૂક્યો છે.
‘સાહેબ’, વિક્રમે ઓ.સી.ને પૂછ્યું, થોડા કલાકો પહેલાં તમને ખાતરી હતી કે હું એક ખૂની છું…હવે અચાનક હું તમને નિર્દોષ કેવી રીતે લાગવા માંડ્યો?’
| Also Read: વેર-વિખેર – પ્રકરણ-૬૨
‘તમે સવારના ખૂની નહોતા અને હમણાં નિર્દોષ પણ નથી. આ તો ઉપરથી અમારા કમિશનર રવિ શ્રીવાસ્તવનો ફોન આવ્યો એટલે નો કોમેન્ટ્સ’બાકી કોઈ કબીર નામના ભૂતપૂર્વ પોલીસ ઑફિસરે અમારા સાહેબને ફોન કર્યો હતો એટલે… ’
‘ઓ.કે. થેન્કસ, મારી જ્યારે પણ જરૂર પડે તો મને ફોન કરી દેજો. હું હાજર થઈ જઈશ.’ વિક્રમે કહ્યું.
‘મિ. દીવાન, એક છેલ્લો પ્રશ્ર્ન…જો શ્યામલી ચક્રવર્તીનો અકસ્માતાને કમોત પાછળ તમે નથી તો તમારા મત મુજબ કોણે હોઈ શકે?’ ઑફિસર ઇન્ચાર્જે પ્રશ્ર્ન પૂછી નાખ્યો.
‘સાહેબ, પહેલાં એ નક્કી થવું જોઈએ કે આ આખરે એક ખૂન હતું કે અકસ્માત…અને હા, મારી વિરુદ્ધ જેણે ફરિયાદ નોંધાવી એની થોડી ઊંડી પૂછપરછ કરશો તો કદાચ વધુ જાણવા મળશે!’
પોલીસ સ્ટેશનની બહાર આવીને વિક્રમે કબીરને ફોન જોડ્યો.
‘કબીર અંકલ, થેન્કસ, મને છોડાવવા બદલ… મારા સગા બાપે મને મદદ કરવાની ના પાડી દીધી ત્યારે તમે મારી પડખે ઊભા રહ્યા… થેન્કસ, રિયલી…’ વિક્રમનો ગદગદિત થઈ ગયો.
‘વિક્રમ દીકરા, તારી ભૂલ થાય છે. તારા બાપે જ મને કમિશનર સાથે તારા વિશે વાત કરવા કહ્યું. જગ્ગે ઇચ્છતો હતો કે તું જેમ બને તેમ જલદી પોલીસ સ્ટેશનેથી ઘેર પાછો આવી જાય.!’ કબીરે ખુલાસો કર્યો.
‘ના અંકલ, હું મારા પપ્પાને ઓળખું છું. સિદ્ધાંતની વાત આવે છે ત્યારે સંતાનોને પણ કોરાણે મૂકી દે છે. એની વે, થેન્કસ અગીઈન, કબીરઅંકલ.’
બંને વચ્ચે વાત પૂરી થઈ.
‘હવે? ક્યાં જવું? ઘરે…?’ વિક્રમને આટલા જલદી ઘરે જવાની ઇચ્છા નહોતી.
શ્યામલી…!
વિક્રમને શ્યામલી યાદ આવી ગઈ. કાશ..આજે શ્યામલી જીવતી હોત તો…તો એ અચૂક એના ફ્લેટ પર પહોંચી ગયો હોત…
વિક્રમને અચાનક દાઢીવાળો યાદ આવી ગયો. ઇન્સ્પેક્ટર પ્રમાણિકે કહ્યું હતું કે દાઢીવાળો મૌલાલી વિસ્તારના ‘ડિવાઇનગેસ્ટહાઉસ’ માં રહે છે. વિક્રમે ટેક્સી કરી :
‘મૌલાલી…!’
| Also Read: વેર-વિખેર – પ્રકરણ-૬૧
રાતના બધાં ડાઇનિંગ ટેબલ પર બેઠાં હતાં ત્યારે કમરામાં ભારેખમ મૌન છવાયેલું હતું.
‘તમે તો કહેતા હતા કે પોલીસ કમિશનર સાથે વાત થઈ ગઈ છે તો વિક્રમ હજી સુધી આવ્યો કેમ નહીં?’ પ્રભાએ પૂછ્યું.
‘પોલીસે તો વિક્રમને ક્યારનોય છોડી મૂક્યો છે. કબીરનો પણ ફોન આવી ગયો કે વિક્રમે થાણામાંથી નીકળ્યા બાદ એની સાથે પહેલાં વાત કરી હતી. પણ પછી એ ક્યાંક ગયો છે…’ જગમોહને જવાબ આપ્યો.
‘ક્યાં ગયો હશે મારો દીકરો?’ પ્રભાએ ચિંતા વ્યક્ત કરી.
‘જ્યાં પણ હશે ત્યાંથી ઘરે જ આવશે. તમે ફિકર નહીં કરો…’ જગમોહને દિલાસો આપ્યો.
‘એ નારાજ થઈને હંમેશ માટે ઘર છોડીને જતો રહ્યો હશે તો…’ પ્રભા બોલી.
‘શું મમ્મી, વિક્રમભાઈ એટલા નબળા નથી, એ આવતા હશે.’ કરણ બોલ્યો.
‘હા મમ્મી, એ ઘરે જ આવશે, બીજે ક્યાંય નહીં જાય…’ પૂજાએ પણ સૂર પુરાવ્યો.
ગાયત્રી વિચારતી હતી. હવે એ જાય ક્યાં? શ્યામલી તો…..
એ જ વખતે કોલબેલ વાગતાં કરણ ઊઠીને દરવાજો ખોલવા ગયો. થોડી વારમાં એ વિક્રમને દોરીને અંદર લઈ આવ્યો.
‘લ્યો, મમ્મી, આ તમારો લાડકો દીકરો આવી ગયો છે.’ કરણે વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હસ્યું નહીં. હા, વિક્રમને જોઈને દરેકે નિરાંતનો શ્ર્વાસ જરુર લીધો.
‘બેસી જા, બેટા જમવા… સવારનો ભૂખ્યો હોઈશ.’ પ્રભાએ બેટાને આવકાર્યો.
‘ના મમ્મી, મેં નાસ્તો કર્યો છે, ભૂખ નથી. હું મારા રુમમાં આરામ કરું છું.’ વિક્રમ બહાર નીકળવા ગયો.
‘વિક્રમભાઈ…’ ગાયત્રીએ બૂમ મારી :
‘હજી નારાજ છો?’
વિક્રમ અટકી ગયો.
‘પ્લીઝ, અમારી સાથે બેસોને… જસ્ટ રિલેક્ષ…’ ગાયત્રી હસીને બોલી.
પૂજાએ ખુરશી ખેંચીને વિક્રમને બેસવા ઇશારો કર્યો. વિક્રમ પાછો વળ્યો. ખુરશી પર બેઠો. ‘ઓ.કે. તમે બધાં કહો છો તો હું બેસીશ પણ કંઈ ખાઈશ નહીં…’ વિક્રમ ફિક્કું હસ્યો.
‘ઓકે, નો પ્રોબ્લેમ…’ ગાયત્રીએ કહ્યું.
| Also Read: વેર-વિખેર – પ્રકરણ-૬૦
‘ભાઈ…’ કરણે વાત શરૂ કરી, પપ્પાએ કમિશનરને ફોન કરીને તમને છોડાવવાની વ્યવસ્થા કરી હતી.’
‘હા, મને ખબર છે. પપ્પાએ કબીરઅંકલને ફોન કર્યો હતો…. વ્યવસ્થા કબીર અંકલે કરી છે.’ વિક્રમનો અવાજ જગમોહનને ડંખ મારતો હતો.
વાત એક જ છે… વિક્રમભાઈ, અમને બધાંને વિશ્ર્વાસ છે કે તમે નિર્દોષ છો.’ ગાયત્રી બોલી.
‘હા, સિવાય પપ્પાને….જો એમને વિશ્ર્વાસ હોત તો એમણે મને પોલીસ સ્ટેશન જવા જ ન દીધો હોત.’ વિક્રમ મોઢું નીચું કરીને બોલતો હતો.
‘એવું નથી, વિક્રમ… ખેર, હમણાં તું ગુસ્સામાં છો એટલે મારી વાત પર ભરોસો નહીં બેસે…’ જગમોહનને પોતાના બચાવ કરવો પડે એ ગમ્યું નહીં.
‘રહેવા દો, પપ્પા તમારી ભૂલ હતી એ કહેતાં તમને તમારો અહમ્ આડો આવે છે.’ વિક્રમે અણધાર્યો આંચકો આપ્યો.
| Also Read: વેર-વિખેર – પ્રકરણ -૫૮
‘વિક્રમ, તને મારી ભૂલ દેખાય છે, તારી કોઈ ભૂલ નહીં? મેં પોલીસને એની ફરજ બજાવવા દીધી એમાં કંઈ અનૈતિક નહોતું, પણ એક પરસ્ત્રી સાથે સંબંધ રાખવો એ શું નૈતિક હતું? તેં જે ભૂલ કરી છે એના માટે તો તેં માફી માગી જ નથી… કેં તેં સોરી પણ નથી કહ્યું, અરે, અમારી વાત છોડ…પણ આ તારી નિર્દોષ પત્નીનો શું વાંક? એને