મલાઇકા અરોરા બાદ અર્જુન કપૂરની લાઇફમાં થયું નવી પ્રેમિકાનું આગમન, તમે પણ જોઇ લો….
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને તેની લાંબા સમયની પ્રેમિકા મલાઇકા અરોરાનું બ્રેક અપ થઇ ગયું છે. બંને હવે એકબીજાથી અલગ પોતાની લાઇફની મઝા માણી રહ્યા છએ. તેમના બ્રેક અપના સમાચારે પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી. જોકે, બંનેએ બ્રેક અપ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી, પણ બંને જણ અનેક ઇવેન્ટમાં સાથે જોવા મળતા નથી. અંબાણી પરિવારના મેરેજ ફંક્શનમાં અર્જુન કપૂરે એકલી જ હાજરી આપી હતી. મલાઇકા તેના મિત્રો સાથે દેશવિદેશમાં મઝા માણતી જોવા મળી હતી. તાજેતરમાં જ મલાઇકાના સાવકા પિતા અનિલ મહેતાનું મૃત્યુ થયું હતું. તેમણે તેમના ઘરની બાલ્કનીમાંથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. તેઓ ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાનું કહેવામાં આવ્યું હતું. આ સમયે અર્જુન કપૂર તેની એક્સ ગર્લફ્રેન્ડને સહારો આપતો અને તેના દુઃખમાં સહભાગી થતો જોવા મળ્યો હતો. હવે અભિનેતા અર્જુન કપૂરના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે તેની નવી ગર્લફ્રેન્ડની ઓળખાણ પાપારાઝીઓ સાથે કરાવી રહ્યો છે અને તેમને મીઠાઇ પણ આપી રહ્યો છે અને તેમની સાથએ હસીખુશીથી વાતચીત પણ કરી રહ્યો છે.
હવે તમને પણ એ જાણવાની તાલાવેલી હશે કે અર્જુન કપૂરની નવી ગર્લ ફ્રેન્ડ કોણ છે, પોતાની જૂની ગર્લફ્રેન્ડને આટલી જલદી ભૂલી ગયો અર્જુન કપૂર… ! વગેરે જેવા ખયાલો પણ તમને આવતા હશે. તો મિત્રો જરા શાંતિ રાખો. આટલું બધું મગજ નહીં કસો. અમે તમને જણાવી દઇએ છીએ કે અર્જુન કપૂરની નવી પ્રેમિકા કોણ છે. અર્જુન કપૂરની નવી પ્રેમિકા તેની EV બાઇક છે. હાલમાં જ તેણે BGauss RUV 350 બાઇક ખરીદી છે. આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે. અર્જુન તેને લઇને વિલેપાર્લાથી તેના ઘરે જતો જોવા મળ્યો હતો. તે ઘણો ખુશ દેખાઇ રહ્યો હતો. પાપારાઝીઓ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં અર્જુન કપૂર તેમને મીઠાઇ આપતો પણ જોવા મળે છે અને પછી તેમની સાથે વાતચીત કરે છે અને જણાવે છે કે પાપારાઝીઓથી બચવા માટે જ તેણે આ બાઇક ખરીદી છે, જેનાથી ફટાફટ પતલી ગલીમાંથી ભાગી જવાય. અર્જુન તેની નવી સ્કૂટીને તેની ‘નવી ગર્લફ્રેન્ડ’ કહે છે.
અભિનેતાએ 25 સપ્ટેમ્બરના રોજ જ તેમની નવી બાઇક BGauss RUV 350 ખરીદી છે. આ બાઇકની કિંમત 1.10 લાખ રૂપિયા છે. આ બાઇકની સંપૂર્ણપણે મેટલ બોડી છે. આ ટુ-વ્હીલર ક્રુઝ કંટ્રોલ મિકેનિઝમથી સજ્જ છે. આ સ્કૂટરને 100 ટકા ચાર્જ થવામાં લગભગ 2 કલાક 35 મિનિટનો સમય લાગશે. તેની સવારી ઘણી આરામદાયક છે. આ બાઇક ઉપરાંત અર્જુન કપૂરને કાર્સનો પણ ઘણો શોખ છે. તેની પાસે ઉત્તમ કાર કલેક્શન છે. તેની પાસે એક માસેરાટી લેવેન્ટે કાર છે, જેની કિંમત આશરે રૂ. 1.8 કરોડ છે. આ ઉપરાંત તેની પાસે એક ઑડી Q5 અને હોન્ડા CR-V કાર પણ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ, રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, કરીના કપૂર, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને જેકી શ્રોફ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત તે ‘નો એન્ટ્રી 2’માં પણ જોવા મળશે. આ કોમેડી ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવન અને દિલજીત દોસાંજ પણ છે. આ ઉપરાંત તેની બીજી એક ફિલ્મ ‘મેરી પત્ની’ પણ પાઇપ લાઇનમા છે, જેમાં તેની સાથે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ છે. ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અઝીઝે કર્યું છે.