મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ (હાલ મલાડ)ના ગં.સ્વ. દેવીબેન તેમ જ સ્વ. રઘુભાઈ (ભીખુભાઈ) સુખાભાઈ પટેલના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૬૨) શુક્રવાર, તા. ૨૦/૯/૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે મીનાબેનના પતિ. રોનક, દૃષ્ટિ હિતેષ પટેલના પિતા. સ્વ. મનોજ, હર્ષદા (હસુ), રીના (બબુ)ના ભાઈ. ક્રિના, ધાનવીના નાના. શ્રધ્ધા, સ્વ. હેતલના કાકા. તેમનું બેસણું ગુરુવાર, તા. ૨૬/૯/૨૪ના ૨ થી ૫ તેમ જ બારમાની પુષ્પપાણીની ક્રિયા મંગળવાર, તા. ૧/૧૦/૨૪ના રોજ ૩ થી ૫. ઠે. ભરતભાઈ રઘુભાઈ પટેલ, સ્ટે. અમલસાડ, ગામ ખરસાડ, મોરા ફળિયા, અંબાજી મંદિરની બાજુમાં.
હાલાઈ લોહાણા
ઠોયાણાવાળા હાલ વિરાર – મુંબઈ સ્વ. ગુણવંતીબેન પરમાણંદ લાખાણીના પુત્ર જિતેન્દ્ર (ઉં.વ. ૬૯) તા. ૨૪-૯-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે નૈનાબેનના પતિ. મહેન્દ્ર, ચંદ્રકાંત, મહેશ, અતુલના ભાઈ. સ્વ. મુકેશ, જિગ્નેશ, મીરા પ્રવિણકુમાર હરિયાણીના પિતાશ્રી. મીનાક્ષીના સસરા. સ્વ. પ્રભુદાસ હરિદાસ અમલાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૯-૨૪, ગુરુવારે ૧૦ થી ૧૨. એડ્રેસ: શ્રી જલારામ હોલ, બસ સ્ટેન્ડની બાજુમાં, પુષ્પા નગર, વિરાર વેસ્ટ.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મૂળ ચિતલ નિવાસી હાલ ગોરેગામ સ્વ. જયોત્સનાબેન પ્રાણલાલ નિર્મળના પુત્રી ડૉ. મયુરીબેન (ઉં.વ. ૫૯) રવિવાર, તા. ૨૨-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે જનકભાઈ, નિલેશભાઈ, દક્ષાબેન મનોજકુમાર, સ્વ. રક્ષાબેન જયેશકુમાર, પ્રીતિબેન જતીનકુમારના બેન. જિગીશાબેન, હીનાબેનના નણંદ. સ્વ. મુકુંદરાય, સ્વ. જશવંતરાય, સ્વ. પ્રતાપરાય, સ્વ. ડો. નગીનભાઈ ગોરધનદાસ, સ્વ. જયાબેન હિંમતલાલ, સ્વ. રમાબેન સૂર્યકાંતના ભત્રીજી. સ્વ. રસિકલાલ – મનહરભાઈ – રમેશભાઈ આણંદજીના ભાણેજ. પૂજા, પાર્થ, ધ્રૂવી, પરી, ધૈર્યના ફોઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬-૯-૨૪ના સાંજે ૪ થી ૬ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, જવાહરનગર, એસ. વી. રોડ, ગોરેગાંવ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર
લાખીયાણી નિવાસી હાલ બરોડા સ્વ. અંજુલાબેન વલ્લભદાસ પરમારના પુત્ર ભુપેન્દ્રભાઈ પરમાર (ઉં. વ. ૬૭) તા. ૨૨-૯-૨૪ના રવિવારે દહીંસર મુકામે રામશરણ પામ્યા છે. તે બિનાબેનના પતિ. સ્વ. ચૈતાલી, ચૈતન્યના પિતા. સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. મુકેશભાઈ, વિનોદભાઈ, સ્વ. લતાબેન નરેન્દ્રકુમારના ભાઈ. જતીન, સ્વ. મિલન, આદિત્ય, ડીમ્પલ, નિકિતા, અંકિતાના કાકા. રોમીલ, સ્નેહા, શ્ર્વેતા, જય, હર્ષ, પનવ, કિશીવ, તાશ્વીના દાદા. પ્રાર્થનાસભા ૪ થી ૬ તા. ૨૬-૯-૨૪ના ગુરુવારે. ઠેકાણું: મીની પાર્ટી હોલ, સેકટર ૭, ઈ/૪, શાંતિ નગર, સ્વામિનારાયણ મંદિરની સામે, હેલ્થવેલ કેમિસ્ટની ઉપર, મીરા રોડ પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
હાલ બોરીવલી નિવાસી મીનાબેન (ઉં.વ. ૭૨) તે પ્રબોધભાઈ દોશીના ધર્મપત્ની. સ્વ. કપિલાબેન નટવરલાલ પરીખના દીકરી. સ્વ. તારાગૌરી નટવરલાલ દોશીના પુત્રવધૂ. ભાવિન, પરાગ, સેજલના માતુશ્રી. રેશ્મા, વૈશાલી, સ્વપનેશકુમાર મહેતાના સાસુ. પ્રાર્થનાસભા ૨૭/૯/૨૪ના ૫.૩૦ થી ૭.૩૦. સોની વાડી, શીમ્પોલી ક્રોસ લેન, એસ. વી રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
દમણીયા દરજી
બોરીવલી નિવાસી ગં.સ્વ. ભાગેરતીબેન રમણલાલ દમણીયા (ઉં.વ. ૮૭) ૧૮/૯/૨૪ના દેવલોક પામેલ છે. તે સ્વ. રમણલાલ કરસનદાસના પત્ની. પરેશ, જયશ્રી, સ્વ. પ્રવીણા, સ્વ. દમયંતીના માતુશ્રી. ચાંદની, નવીનચંદ્ર, નરેન્દ્રભાઈના સાસુ. યશના દાદી. સ્વ. હરિવલ્લભભાઈના ભાભી. પ્રાર્થનાસભા ૨૯/૯/૨૪ના ૪ થી ૬. એ ૧, રોયલ બેન્કવેટ, વઝીરા ગણેશ મંદિર ગેટ નં ૩, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
હાલ વિલેપાર્લે નિવાસી સ્વ. સુરેશ મગનલાલ માનસેત્તાના ધર્મપત્ની ગં.સ્વ. મીનાબેન (ઉં.વ. ૭૫) તા. ૨૩-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે વૈશાલી, સંદીપ, જલ્પાના માતુશ્રી. રેખાબેન અને શૈલેષભાઈના સાસુ. સ્વ. મંજુબેન હીરાલાલ માનસેત્તા, સ્વ. હસુમતી નવીનભાઈ માનસેત્તાના ભાભી. પિયરપક્ષે સ્વ. ઉજમબા પુરુષોત્તમભાઈ દક્ષિણી મલાડવાળાની દીકરી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ગામ રાણપુર નિવાસી હાલે પનવેલ સ્વ. પાર્વતીબેન તથા સ્વ. માધવજી વલ્લભદાસ સાદરાણીના સુપુત્ર મનસુખલાલ સાદરાણી (ઉં.વ. ૭૯) તે ભાનુમતિબેનના પતિ. સ્વ. ગોરધનદાસ, વસંતલાલ, રમેશચંદ્ર તથા ગં. સ્વ. રુક્ષ્મણીબેન વલ્લભદાસના ભાઈ. ચિ. હિતેશના પિતાશ્રી. અ.સૌ. હરિતાના સસરા. સ્વ. વજીબેન મણિલાલ ગોકલદાસ રુધાણી વાંદ્રાવાળાના જમાઈ તા. ૨૪-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૯-૨૪ ગુરૂવારના ૪.૦૦ થી ૫.૩૦. પનવેલ લોહાણા મહાજન વાડી, મિર્ચી ગલી, રવજી ભીમજી રંગપરિયા માર્ગ, પનવેલ, જી. રાયગઢ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
ગામ ખારોઈના હાલે પનવેલ નિવાસી સ્વ. દયાલજીભાઈ મોરારજી સોનેતા (રામાણી)ના પુત્ર પ્રવીણભાઈ (ઉં.વ. ૭૮) મુક્તાબેનના પતિ. તે સ્વ. હીરજીભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. શાંતાબેન ચુનીલાલ, સ્વ. ભાનુબેન બાબુલાલના ભાઈ. ચી. રાજેન્દ્ર, સૌ. આરતી પ્રભુલાલ, સૌ. જસ્મીના નિમેશકુમાર, સૌ. હેતલ મનોજકુમાર, સૌ. જીગ્ના કમલકુમારના પિતાશ્રી. સૌ. પૂજાના સસરા. સ્વ. જમનાદાસ રણછોડદાસ મીરાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૯-૨૪ ગુરુવારના ૪.૩૦ થી ૬.૦૦. જ્યેષ્ઠ નાગરિક હોલ, જુના થાણા નાકા રોડ, પનવેલ. લૌકિક વ્યવહાર બંધ છે.
વડનગરા નાગર
ડૉ. હરિકેષ બુચ (ઉં.વ. ૭૭) ૨૪/૯/૨૪ના મુંબઈ મુકામે હાટકેશશરણ પામ્યા છે. સ્વ. ગુલાબરાય બુચ તથા સ્વ.મુ. વિદુલાબેનના પુત્ર. સ્વ. હેમેન્દ્ર, સ્વ. વિજય, અંજના, હરેશ, જગદીશના ભાઈ. હેમાંગીનીના દીયર. શૈલેજા, રાગિણી, નીલાક્ષીના જેઠ. નિરવ, ધારા, વિરેન્દ્ર, અનિતા, હીના, આશુતોષ, અજયના કાકા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૬/૯/૨૪ના ૪ થી ૬, પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા હાલ વિલેપાર્લે સ્વ. અનંતરાય હરીલાલ ગાંધીના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતી (ઉં.વ. ૯૦) તે મયુર, હર્ષદ અને ઝરણાના માતુશ્રી. ડીમ્પલ અને કૃષ્ણકાંત ભુતાના સાસુ. સમીત, દીહ્સા, જોયાના અને મેહાનના દાદી. પ્રિયંકાના મોટાસાસુ. પિયરપક્ષે ભાવનગરવાળા સ્વ. હરગોવિંદદાસ લક્ષ્મીદાસ સંઘવીના દિકરી તા. ૨૩-૯-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૯-૨૪ ગુરૂવારના ૫ થી ૭, જલારામ હોલ, એન.એસ. રોડ નં ૬, જેવીપીડી સ્કીમ, વિલે પાર્લે-પશ્ર્ચિમ લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
કેશોદ નિવાસી હાલ વસઈ સ્વ. રંભાબેન કાનજીભાઈ કારિયાના સુપુત્ર મનસુખલાલ કારિયા (ઉં.વ. ૮૭) ૨૪/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ. સ્વ. વિજયાબેન મુળજીભાઈ જીમૂલના જમાઈ. પૂનમ વિજયકુમાર વિઠલાણી, હરેશભાઇ તથા મનીષભાઈના પિતા. વિજયકુમાર, જ્યોતિ, નીલમના સસરા. સ્વ. રમણીકભાઇ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. રમાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. સરલાબેન, અ.સૌ. જયાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
અમરેલીવાળા હાલ દહિસર સ્વ. નિર્મળાબેન તથા સ્વ. જમનાદાસ દેવાતભાઈ સોનીના પુત્ર રાજુભાઈ સોની (ઉં.વ. ૬૧) ૨૪/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હીનાબેનના પતિ. નીલ તથા દિવ્યા પ્રતીક જામના પિતા. પુષ્પાબેન, છાયાબેન, બીનાબેન, જ્યોતિબેન, સ્વ. ઉમાબેનના ભાઈ. ગં.સ્વ. ઇન્દુબેન તથા સ્વ. ધનસુખભાઇ દેવાયતભાઈ સાગર સનખડાવાળાના જમાઈ. સાદડી ૨૬/૯/૨૪ના ૫ થી ૬. સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button