ધોની એક મહિને અમેરિકાથી ઘરે પાછો આવ્યો અને…
રાંચી: ભારતનો ક્રિકેટ લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે વેકેશન માણવા અમેરિકા ગયો હતો અને લગભગ એક મહિને ઘરે પાછા આવતા જ તે ડૉગીને વ્હાલ કરવા લાગ્યો હતો.
આ ડૉગી ધોનીનો પોતાનો નહોતો છતાં એકમેક પ્રત્યેનું હેત જોવા જેવું છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
42 વર્ષના ધોનીને અને તેના પરિવારને અમેરિકામાં વેકેશન માણવું ખૂબ ગમે છે.
ધોની ઘણી વાર અહીંના (રાંચીના) મિત્રોને થોડા દિવસ માટે છોડીને ન્યૂ જર્સી જાય છે. ત્યાં પણ તેના ઘણા મિત્રો બની ગયા છે એટલે તેમને વારંવાર મળવું ધોનીને ખૂબ ગમે છે.
ધોની ખાસ કરીને ન્યૂ જર્સીમાં એક ફ્રેન્ડને ઘરે રહે છે અને ત્યાં તેની સાથે ગૉલ્ફ રમવા ઉપરાંત સ્વાદિષ્ટ ભોજન પણ માણે છે.
ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન ધોનીએ 2019-’20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે 2025માં કદાચ છેલ્લી વખત આઈપીએલમાં રમશે.
2024ની આઈપીએલ પહેલાં ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. જોકે આ ટીમનું મેનેજમેન્ટ ઈચ્છે છે કે ધોની કોઈને કોઈ રીતે ટીમ સાથે સંકળાયેલો રહે