આમચી મુંબઈમહારાષ્ટ્ર

પારિવારિક બાબતોની જાહેર ચર્ચા નહીં: નડ્ડાની ટિપ્પણી પર આરએસએસના પદાધિકારી

મુંબઈ: ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા દ્વારા ભાજપ આરએસએસ પર આધાર રાખવાના દિવસો પરથી હવે આત્મ-નિર્ભર બની ગયું છે એવા નિવેદનને આરએસએસના સિનિયર પદાધિકારીએ બુધવારે પારિવારિક બાબત ગણાવી હતી.

નડ્ડાના આવા નિવેદનથી ભાજપ અને આરએસએસ વચ્ચે સંબંધો બગડશે એવા સવાલ પર આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જણાવ્યું હતું કે અમે પારિવારિક બાબતો પરિવારની જેમ ઉદેલીએ છીએ. અમે આવા મુદ્દાની જાહેર મંચ પર ચર્ચા કરતા નથી.

મે મહિનામાં નડ્ડાએ કહ્યું હતું કે આરએસએસ હવે સક્ષમ છે અને પોતાના કામ જાતે કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આરએસએસ એક વૈચારિક મોરચો છે અને તે પોતાનું કામ કરે છે.

આંબેકરે એક અંગ્રેજી સામયિકને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ રાજકીય લાભને મનમાં રાખીને પણ આરએસએસમાં જોડાય છે તો પણ અહીં રહીને તેઓ સમાજ માટે સારા કામ કરતા થઈ જાય છે. આંબેકરે એમ પણ કહ્યું હતું કે અનેક લોકો સારા કામ કરવા માટે જ આરએસએસમાં જોડાય છે. આઈટી ક્ષેત્રના કેટલાક લોકો આરએસએસમાં જોડાયા છે, કેમ કે તેમને એવું લાગે છે કે સમાજ માટે કશું સારું કામ કરવું જોઈએ.

આપણ વાંચો: Maharashtraમાં ભાજપ માધવ ફોર્મ્યુલા પર ભાર મૂકશે, આરએસએસનો પણ મોટો પ્લાન

છેલ્લા 10 વર્ષમાં ભારતની નબળાઈ અને તાકાત વિશે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે પહેલાં લોકોને એવું લાગતું હતું કે આ દેશનું કોઈ ભવિષ્ય નથી. હવે લોકોને એવું લાગે છે કે અહીં વિકસિત થવાની મજબૂત તકો રહેલી છે અને ભારતમાં ક્ષમતા રહેલી છે.

જોકે, સમાજના સ્તરે અનેક સમસ્યાઓ/પડકારો રહેલા છે. સામાજિક અસમાનતા અને કેટલાક સામાજિક ભેદભાવ હજી પણ પડકાર બ્યા છે. આપણે ભેગા મળીને સામાજિક સુસંવાદિતા માટે કામ કરવાની આવશ્યકતા છે, એમ જણાવતાં આંબેકરે ઉમેર્યું હતું કે કેટલાક સંગઠનોએ મિશનરીસ દ્વારા કરાવવામાં આવતા ધર્મ-પરિવર્તનના આંકડા આપ્યા છે.

ખાસ કરીને તામિલનાડુમાં આવું થઈ રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. ધર્મ પરિવર્તન માટે ધાકધમકી કે લાલચનો ઉપયોગ કરવો અયોગ્ય છે એમ તેમણે કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે આરએસએસની શાખામાં યુવકોની સાથે યુવતીઓને પણ સામેલ કરવામાં આવે એવી માગણી સમાજ દ્વારા કરવામાં આવી નથી. જ્યારે આવી માગણી કરવામાં આવશે ત્યારે તેના પર આરએસએસ યોગ્ય નિર્ણય લેશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…