IND VS BAN: શુક્રવારથી ભારતની બીજી ટેસ્ટ, શાકિબ રમવા માટે ફિટ
કાનપુર: બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શકિબ અલ હસન આંગળીની ઇજાને કારણે ભારત સામે કાનપુરમાં શુક્રવારે શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમવાનો નહોતો, પરંતુ તે હવે ઉપલબ્ધ છે એવું ટીમના હેડ-કોચ ચંદીકા હથૂરાસિંઘેએ જણાવ્યું હતું.
બુધવારે કાનપુરના ટ્રેઈનિંગ સેશનમાં શાકિબે ભાગ લીધો હતો, પણ થોડા સમયમાં જ પાછો જતો રહ્યો હતો. ચેન્નઈની પ્રથમ ટેસ્ટ ભારતે 280 રનથી જીતી લીધી હતી અને એમાં શાકિબનો પર્ફોર્મન્સ સારો નહોતો. પહેલા દાવમાં છેક 53મી ઓવર સુધી તેને બોલિંગ નહોતી આપવામાં આવી અને ત્યાર પછી તે ખર્ચાળ સાબિત થયો હતો.
આપણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર પોલાર્ડ માટે આવ્યા મોટા સમાચાર
તેને પહેલા દાવમાં 50 રનમાં તેમ જ બીજા દાવમાં 79 રનના ખર્ચ છતાં એક પણ વિકેટ નહોતી મળી. તેનો બૅટિંગમાં પણ સારો દેખાવ નહોતો. તેણે 32 અને પચીસ રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશની ટીમ પહેલીવાર ભારતને ટેસ્ટમાં હરાવવાના મનસુબા સાથે આવી છે. કાનપુરની પિચ પ્રથમ ટેસ્ટ માટેની ચેન્નઈની પીચ કરતા વધુ પડકારરૂપ હશે. એના પર બાંગ્લાદેશે વધુ સારો બેટિંગ પરફોર્મન્સ બતાવવો પડશે. જો બાંગ્લાદેશ આ ટેસ્ટ પણ હારશે તો ભારતે 2-0થી ક્લીન સ્વીપ કરી કહેવાશે.