આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદે-શાહની મીટીંગમાં રંધાઇ ખીર? શું થયું અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં…

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમ જ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ છેલ્લાં બે દિવસથી મહારાષ્ટ્રમાં છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાતને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. જોકે, બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે થયેલી તેમની મુલાકાતમાં અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હોવાના સંકેત છે.

આ પણ વાંચો : અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અમિત શાહ સાથેની મુલાકાત બાદે આપેલા નિવેદનને પગલે મહાયુતિની ગાડી પાટે ચાલી રહી હોવાનું જણાઇ રહ્યું છે અને બેઠકોની વહેંચણીનો ગૂંચવણભરેલો મુદ્દો સરળતાથી પાર પડશે તેમ જણાય છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાહ સાથે મુલાકાત બાદ બેઠકોની વહેંચણી બાબતે કહ્યું હતું કે અમારી મુલાકાત સકારાત્મક રહી હતી અને બધું જ સરળતાથી ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. વાટાઘાટો સરળતાથી અને સહકારપૂર્વક ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહે છત્રપતિ સંભાજીનગરમાં મુખ્ય પ્રધાન શિંદે ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની મુલાકાત લીધી હતી.

એક હોટેલમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને ભૂપેન્દ્ર યાદવે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક યોજી હતી, જેમાં અજિત પવાર અને તેમના પક્ષના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પછીથી પહોંચ્યા હતા. આ બેઠક મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન બેઠકોની વહેંચણી ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને લગતી મહત્ત્વની વાતચીત તેમના વચ્ચે થઇ હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button