બ્લેક ગાઉન, રેડ લિપસ્ટિક અને ગળામાં… એક્ટ્રેસનો આ અવતાર જોઈને ફેન્સને વળી ગયો પરસેવો…
બોલીવૂડની સદાબહાર, સુંદર અભિનેત્રીઓની વાત આવે અને એમાં ઉમરાવ જાન ઊર્ફે રેખા (Rekha)ની વાત ના આવે તો જ નવાઈ. આ ઉંમરે પણ રેખા સુંદરતા અને પોતાના ગ્રેસફૂલ લૂકથી આજની જનરેશનની એક્ટ્રેસને કાંટે કી ટક્કર આપે છે.
કોઈ પણ ઈવેન્ટ કે એવોર્ડ ફંક્શનમાં રેખા પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી છે. પરંતુ હાલમાં રેખા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા અને એ સમયે તેમનો દિલકશ અંદાજ જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી. આવો જોઈએ શું ખાસ હતું રેખાના લૂકમાં-
આપણ વાંચો: Good News: હવે આ સુંદર અભિનેત્રીના ઘરે પારણું બંધાશે
સોશિયલ મીડિયા પર રેખાના એરપોર્ટ લૂકના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ સમયે તેમણે બ્લેક આઉટફિટ પહેર્યું હતું અને હર હંમેશા કરતાં તોનો લૂક ખૂબ જ અલગ હતો. ફેન્સ પણ રેખાનો આ લૂક જોઈને એકદમ ફ્લેટ થઈ ગયા હતા.
રેખાએ બ્લેક ગાઉન પહેર્યું હતું અને ગળામાં વ્હાઈટ સ્કાર્ફ પહેર્યો હતો તો બ્લેક સ્કાર્ફ માથા પર વીંટાળ્યો હતો. રેડ કલરની લિપસ્ટિકથી રેખાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. સ્પોર્ટ્સ શૂઝમાં ઉમરાવ જાનને એરપોર્ટ પર જોઈને ફેન્સ એકદમ ઘાયલ થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર રેખાના આ યુનિક લૂક પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. આ સમયે એરપોર્ટ રેખા સાથે તેમની સેક્રેટરી ફરઝાના પણ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેખા સાથે ફરઝાના હંમેશા સાથે સ્પોટ થાય છે. રેખાએ નમસ્તે કહીને પેપ્ઝને ગ્રીટ કર્યા હતા. પેપ્ઝ પણ રેખાજીને આ રીતે જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.
ફેન્સ રેખાના વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે ફોરેવર બ્યુટી તો બીજા એક ફેને લખ્યું હતું કે ફોરેઅવર સ્ટાઈલ આઈકોન. અત્રે ઉલ્લેખનીય છે કે રેખાજી હંમેશા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે, પણ એક્ટ્રેસને વેસ્ટર્ન આઉટફિટમાં જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા. જોકે, રેખાજી ક્યાં જઈ રહ્યા છે એના વિશે કોઈ ખુલાસો નહોતો કર્યો.