ટોપ ન્યૂઝવેપારશેર બજાર

શેરબજાર અને સોનાચાંદીમાં તેજીના ઉછાળા

સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની પાર
નિલેશ વાઘેલા
મુંબઇ:
શેરબજાર અને બુલિયન બજારમાં તેજીના જોરદાર ઉછાળા જોવા મળ્યાં હતાં. લેવાલીનો પર્યાપ્ત ટેકો મળતાં સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની સપાટી વટાવી નાંખી છે.

નીચા મથાળે શરૂઆત થયાં બાદ સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલી નીકળતાં શેરબજારમાં સેન્સેક્સ તથા નિફ્ટીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચાડ્યા હતા. સેન્સેક્સ ૨૫૫.૮૩ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધીને ૮૫,૧૬૯.૮૭ પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટી પર સેટલ થયો હતો. જ્યારે નિફ્ટી ૬૩.૭૫ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા વધીને ૨૬,૦૦૪.૧૫ પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

આ તરફ બલિયન બજારમાં પણ તેજીનો પવન ફૂંકાયો હતો. ડોલર નબળો પડવા સાથે સત્ર દરમિયાન લેવાલીનો સારો ટેકો મળતાં ૯૯૯ ટચનું શુદ્દ સોનું રૂ. ૭૪,૭૬૪ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૪ના ઉછાળા સાથે રૂ. ૭૫,૨૪૮ બોલાયું હતું. જ્યારે .૯૯૯ ટચ હાજર ચાંદીનો ભાવ રૂ. ૮૮,૪૦૨ પ્રતિ કિલોના પાછલા બંધ સામે રૂ. ૨૩૨૮ના જોરદાર ઉછાળા સાથએ રૂ. ૯૦,૭૩૦ની સપાટીએ પહોંચ્યો હતો.

આપણ વાંચો: Stock Market : શેરબજારમાં આજે પણ પ્રોફિટ બુકિંગનું દબાણ, Sensexમાં 150 પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં બીએસઇ ખાતે બજાજ ફિનસર્વ, બ્લુ સ્ટાર, બોશ, કેમ્પસ એક્ટિવ, સીએટ, ઇક્લેરક્સ સર્વિસ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇપકા લેબ્સ, એમએન્ડએમ, મહાનગર ગેસ, મેટ્રોપોલિસ, એનટીપીસી, પીસીબીએલ, પાવર ગ્રીડ કોર્પ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, ટીવીએસ મોટર સહિત લગભગ ૩૦૦ શેર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, રેન્જ-બાઉન્ડ ટ્રેડ પછી પાવર અને બેંકિંગ શેરોની આગેવાની હેઠળ શેરબજારમાં બેન્ચમાર્ક શેરઆંક સત્રના પાછલા ભાગમાં ઊંચી સપાટી તરફ આગળ વધ્યાં હતાં, જ્યારે ઊંચા વેલ્યુએશન્સની ચિંતા વચ્ચે કરેકશન આવતાં મિડકેપ અને સ્મોલકેપ શેરઆંક નીચી સપાટીએ ગબડ્યા હતા. ઇક્વિટી એનાલિસ્ટે એવી ચેતવણી પણ આપી છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહમાં ઘટાડો અને સસ્તા વેલ્યુએશનને કારણે અન્ય ઊભરતાં બજારોમાં એફઆઇઆઇ ભંડોળના સ્થાનાંતરણને કારણે સ્થાનિક બજારને ટૂંકા ગાળાના પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આપણ વાંચો: શેરબજાર: સેન્સેક્સ ૮૫,૦૦૦નું શિખર સર કરીને લપસ્યો

બીએસઇના મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યા છે. સેક્ટોરલ મોરચે, પાવર, મેટલ, મીડિયા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૫-૩ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક અને આઇટી ઇન્ડેક્સ ૦.૫-૧ ટકા ઘટ્યા હતા.

એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા જ્યારે સિયોલ અને ટોક્યિો નેગેટિવ ઝોનમાં ધકેલાયા હતા. યુરોપિયન બજારો મોટે ભાગે નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે અમેરિકન બજારો ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૨,૭૮૪.૧૪ કરોડના મૂલ્યની ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૫ ટકા ઘટીને ૭૪.૯૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…