વેપાર

ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીનના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત બાદ ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સ્ટોકિસ્ટોની લે-વેચ અને માગ અનુસાર મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

આજે મુખ્યત્વે ટીનમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૯નો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. એક ઘટી આવ્યા હતા. તેની સામે કોપર, બ્રાસ શીટ કટિંગ્સ, નિકલ, ઝિન્ક અને લીડ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી આઠ વધી આવ્યા હતા અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ ટકેલા રહ્યા હતા.

ગઈકાલે ચીને સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરતાં લંડન ખાતે કોપરના ભાવમાં મજબૂત તેજીનું વલણ જોવા મળ્યા બાદ આજે બૅન્ચમાર્ક કોપર વાયદાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ટનદીઠ ૯૮૫૮.૫૦ ડૉલર અને એક મહિને ડિલિવરી શરતે વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને પાઉન્ડદીઠ ૪.૫૧૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

દરમિયાન સ્થાનિકમાં આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૮૬૮, કોપર સ્ક્રેપ હેવીના ભાવ રૂ. સાત વધીને રૂ. ૮૦૪, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૮૧૧, રૂ. ૭૯૦ અને રૂ. ૭૪૦, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૫૭૦ અને રૂ. ૨૭૭, નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૧૪૧૫ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧૯૧ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે ટીનમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯ ઘટીને રૂ. ૨૭૭૬ના મથાળે રહ્યા હતા.
જ્યારે નિરસ માગે એલ્યુમિનિયમ ઈન્ગોટસના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૩૮ના મથાળે રહ્યા હતા, જ્યારે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૨૮ અને રૂ. ૧૯૪ના મથાળે ટકેલા રહ્યા હતા.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker