‘મહાયુતિના હાથે 500 બેઠકો પણ નહીં આવે’: જાણો કોણે કર્યો આ દાવો…
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ 100 બેઠકો પણ નહીં જીતી શકે એવો દાવો શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા વચ્ચે શરદ પવાર જૂથે મહાયુતિની હાર નક્કી હોવાનો દાવો કર્યો છે.
પત્રકારો સાથે વાતચીત કરતા શરદ પવાર જૂથના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે મતદાતાઓની વધતી નારાજગી મહાયુતિના ઘટતા સમર્થનનું કારણ છે. જ્યારે જ્યારે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રની મુલાકાત લે છે ત્યારે ત્યારે તેમનું જનસમર્થન ઘટતું જાય છે.
આપણ વાંચો: ‘મહાયુતિ’માં બેઠકો માટે ખેંચાખેંચીઃ આઠવલેએ કહ્યું અમારી આટલી છે માગણી…
મંગળવારે કેન્દ્રીય અમિત શાહે નાગપુરમાં સભામાં હાજરી આપી તેને ઉદ્દેશીને તાપસેએ નિશાન તાક્યું હતું. તાપસેએ આ ચૂંટણીમાં મહાયુતિનો વોટ-શૅર(મતોની સંખ્યા) વધુ ઘટશે તેવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં સારા દેખાવ માટે ભાજપ તેમના કેન્દ્રીય નેતાઓ પર ઘણો આધાર રાખે છે, પરંતુ મહારાષ્ટ્રના લોકોને તેમનામાં જરાય રસ નથી. તેમને જવાબદાર સરકાર, વિકાસ, નોકરીઓ જોઇએ છે અને મહાયુતિ તે આપવામાં નિષ્ફળ ગઇ છે.
આ ઉપરાંત તાપસેએ મહાયુતિમાં ભંગાણ પડ્યું હોવાનો કાવો પણ કર્યો હતો અને જણઆવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પક્ષના વિધાનસભ્યોને ફોડીને મહાયુતિએ પોતાની તરફ કર્યા એ લોકોને ગમ્યું નથી