અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ડીમોલેશન મુદ્દે દલિતો લડી લેવાનાં મુડમાં
અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આજે કોર્પોરેશનની એક ટીમ બુલડોઝર સાથે ડિમોલેશન માટે પહોંચી હતી.સવારે 8.30 વાગ્યાથી હજુ સુધી કમિશનર સુધી રજૂઆત કરવા માટેની કાર્યવાહી કરવાની માંગ સાથે ડિમોલેશન થઈ શક્યું નથી અને કોકડું ગૂંચવાયેલું છે.વિગતો મુજબ
આજરોજ જ્યારે કોર્પોરેશનની ટીમ ટીપી સ્કીમ માં જગ્યા ખુલ્લી કરવા માટે 2023 માં 200 ચોરસ મીટરમાં થયેલી પેશ કદમી સંદર્ભે નોટિસ ફાળવાયેલી તે સંદર્ભે ડિમોલેશન કરવા કોર્પોરેશનના અધિકારીઓ તથા સ્ટાફ પહોંચ્યા હતા.
લગભગ આઠ મકાનો તોડી પાડવાનો આદેશ હોય અને તે મકાનો દલિતો ના હોય દલિત આગેવાનો સિદ્ધાર્થ પરમાર તથા ટોળા સાથે ડિમોલેશન અટકાવ્યું હતું અને અધિકારીઓ સાથે દલીલ કરતાં જણાવ્યું હતું કે ચોક્કસ બિલ્ડરને લાભ આપવા માટે થઈ અને આ મકાનનું ડિમોલિશન કરવામાં આવે છે જે દલિત સમાજ સાખી નહીં લે. જ્યાં સુધી આ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત ન થાય ત્યાં સુધી બુલડોઝર ફેરવવા દેવામાં નહીં આવે.
આપણ વાંચો: ભુજમાં નડતરરૂપ દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર
કોર્પોરેશનના પદાધિકારીઓ તરફ આક્ષેપો કરતા દલિત આગેવાનોએ જણાવ્યું હતું કે અમુક પદ અધિકારીઓના હાથ ભ્રષ્ટાચાર થી ખવડાયેલા છે અને એવી ઘણી મિલકતો છે જે ગેરકાયદેસર છે છતાં તોડવામાં આવતી નથી જો આઠ મકાનો તોડવાનો હુકમ છે તો તે પહેલા તેમને વૈકલ્પિક જગ્યા ફાળવી અને પછી ડિમોલેશન કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. એક તબક્કે ગરમા ગરમી થતા વધુ પોલીસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો,
સીટી ઈજનેર કુંતેશ મહેતાનાં નિવેદન મુજબ
TP સ્કીમમાં અહીં થી રોડ નીકળે છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે…
અંદાજીત 200 ચોરસ મીટરમાં 8 જેટલા મકાનો ડીમોલેશનમાં આવે છે…
કોઈ બિલ્ડરને ખટાવવા માટેનો પ્રયાસ નથી : સીટી ઈજનેર
જે દસ્તાવેજ રજુ કરવામાં આવ્યા તે અન્ય સર્વે નંબરના છે,
કોઈ વળતર કે વૈકલ્પિક જગ્યા નહિ મળે,
ડીમોલેશન થશે જ,વધુ પોલીસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો છે.
આમ છેલ્લા બે દિવસમાં સફાઈ કામદાર યુનિયન જેમાં પણ દલિત સમાજ સત્તાધારી પક્ષ સામે આવ્યો અને હવે આ દલિત સમાજના મકાનોનું ડીમોલેશન જેમાં પણ દલિત સમાજ સત્તાધારી પક્ષ સામે આવ્યો છે રાજકીય સમીકરણ જોતા આવનારા દિવસોમાં લોકોની નજર પરિણામ પર રહેશે.