Breakup બાદ Ananya Pandeyને કોણે આપી બોયફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ? તમે પણ જોઈ લો વીડિયો…
ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ સીટીઆરએલ (Movie CTRL)નું ટ્રેલર રીલિઝ થયું છે અને આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર એકદમ દમદાર છે અને એ જોતા જ દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થવા જઈ રહી છે અને દર્શકો અનન્યા પાંડેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે.
વાત કરીએ ફિલ્મની સ્ટોરીની તો ફિલ્મની સ્ટોરી એકદમ ઈન્ટરેસ્ટિંગ છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે અનન્યા પાંડે એકદમ ખુશહાલ જીવન જીવે છે અને એ તે એક સોશિયલ મીડિયા એપ યુઝ કરે છે અને તેની ખુશીના પળ શેર કરે છે. પરંતુ આ બધા વચ્ચે અનન્યાને પ્રેમમાં ધોખો મળે છે, જેને કારણે અનન્યા એકદમ ભાંગી પડે છે.
આપણ વાંચો: અનન્યા પાંડેએ કહ્યો વિરાટને GOAT, તો આ ક્રિકેટરની થઇ મશ્કરી..
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ચાલતી આ એપ અનન્યાને તેના બોયફ્રેન્ડથી દૂર રહેવાની સલાહ આપે છે. આ ફિલ્મ એઆઈ અને તેના દુષ્પરિણામ પર પ્રકાશ પાડે છે. આ સાથે સાથે વર્તનમાનમાં ચાલી રહેલાં એઆઈના ડેવલપમેન્ટ અને તેના એક્સપરિમેન્ટને લઈને પણ ભવિષ્યમાં ઝાંકવાનો પ્રયાસ કરે છે.
હવે જોવાની વાત એ છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ કેવું પ્રદર્શન કરે છે અને તેને દર્શકોનો કેવો પ્રેમ મળે છે. આ અગાઉ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી અનન્યાની ફિલ્મ ખો ગયે હમ કહાંને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. હવે ચોથી ઓક્ટોબરના અનન્યાની ફિલ્મ સીટીઆરએલ રિલીઝ થવા જઈ રહી છે. કેટલાક લોકોએ આ ફિલ્મની સરખામણી બ્રિટીશ ડાયસ્ટોપિયન સાયન્સ ફિક્શન સિરીઝ બ્લેક મિરર સાથે પણ કરી છે.