IND VS BAN: બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ જીત્યા પછી ભારતીય ક્રિકેટરોને પડ્યો ફટકો
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 27મી સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે. ટેસ્ટ સિરીઝની હેલી મેચ ભારત બાંગ્લાદેશ સામે 280 રનથી જીત્યું હતું, જ્યારે આ મેચમાં ભારતીય ટીમના ધુરંધર ક્રિકેટર નિષ્ફળ રહ્યા હતા.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન નહીં કરતા રેન્કિંગમાં મોટો ફટકો પડયો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તો વિરાટ કોહલી ટોપ ટેનમાંથી બહાર ગયો છે, જ્યારે રોહિત શર્મા પણ દસમા ક્રમે રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ પણ ફોર્મમાં રહ્યો નહોતો. જોકે તેની સામે ટીમ ઈન્ડિયાના ધુરંધર ક્રિકેટર યશસ્વી જયસ્વાલે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. એની સાથે શુભમન ગિલને થોડો ફાયદો થયો છે.
નંબર વન ઇંગ્લેન્ડનો જો રુટ
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ચારમાં કોઈ બદલાવ થયો નથી, જ્યારે ઇંગ્લેન્ડના જો રોટ હજુ પણ નંબર વન છે, જ્યારે બીજા ક્રમે ન્યૂ ઝીલેન્ડનો કેન વિલિયમ્સન છે, જ્યારે તેનું રેન્કિંગ 852 છે. ન્યૂ ઝીલેન્ડના ડેરિલ મિચેલ 760 રેટિંગ સાથે નંબર ત્રણના સ્થાને રહ્યો છે. સ્ટીવ સ્મિથ 757ના રેટિંગ સાથે ચોથા ક્રમે રહ્યો છે,
આપણ વાંચો: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં King Kohli બનાવી શકે છે આ 8 મોટા રેકોર્ડ્સ
યશસ્વી જયસ્વાલને એક ક્રમનો ફાયદો
ટીમ ઈન્ડિયાના ધુરંધર યશસ્વી જયસ્વાલના શાનદાર પ્રદર્શનને કારણે છઠ્ઠા ક્રમેથી પાંચમા ક્રમે રહ્યો છે. જયસ્વાલનું રેન્કિંગ 751 છે, જ્યારે બાંગ્લાદેશ સામેની પહેલી ઈનિંગમાં અડધી સેન્ચુરી ફટકારી હતી, જેનો ફાયદો થયો છે. એની સામે ઋષભ પંતને પણ ફયાદો થયો છે.
ઋષભ પંતને થયો ફાયદો પણ કોહલી આઉટ
731ના રેટિંગ સાથે પંત છઠ્ઠા ક્રમે રહ્યો છે, જ્યારે બાંગ્લાદેશ સામે ચેન્નઈ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. ઉસ્માન ખ્વાજાને પણ ફાયદો થયો છે. 728 રેટિંગ સાથે સાતમા ક્રમે રહ્યો છે.
પાકિસ્તાનના મહોમ્મદ રિઝવાનને એક ક્રમનો ફાયદો થયો છે. માર્નસ લાબુસેન પણ 720 રેટિંગ સાથે આઠમા ક્રમે રહહ્યો છે. વિરાટ કોહલી ટોપ ટેનમાંથી બહાર ગયો છે, જ્યારે રોહિત શર્મા દસમા ક્રમે રહ્યો છે.
આપણ વાંચો: ઇગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતથી ખુશ વિરાટ કોહલી, કહ્યું- આપણી યુવા ટીમની શાનદાર જીત
રોહિત શર્મા એક ઝટકામાં પાંચ ક્રમનો ફટકો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એક જ ઝટકામાં પાંચ ક્રમનો ફટકો પડ્યો છે, જ્યારે તેનું રેટિંગ ઘટીને પાંચમા ક્રમેથી 716 પોઈન્ટ રહ્યો છે, જ્યારે સીધો દસમા ક્રમે રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વે કેપ્ટન વિરાટ કોહલીને પણ નુકસાન થયું છે.
709 રેટિંગ સાથે બારમા ક્રમે પહોંચ્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ અગિયારમા ક્રમે છે, જે 712 પોઈન્ટે છે. શુભમન ગિલને ફાયદો થયો છે, જે 701 રેટિંગ સાથે 14મા ક્રમે રહ્યો છે.