નેશનલ

“ભારતના કોઈ પણ વિસ્તારને પાકિસ્તાન ન કહી શકાય…” હાઈકોર્ટ જજની ટિપ્પણી પર CJI ચંદ્રચુડે કડકાઈ બતાવી…

નવી દિલ્હી: કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદે (Justice Srishananda) એક કેસની સુનાવણી દરમિયાન બેંગલુરુના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારને “પાકિસ્તાન” ગણાવ્યો હતો, જેને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટે (Supreme Court) મામલે દખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આંજે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “ભારતના કોઈપણ ભાગને ‘પાકિસ્તાન’ ના કહી શકાય.”

આ પણ વાંચો : J&K Election: બીજા તબક્કાનું મતદાન શરૂ, પીએમ મોદીએ મતદાન માટે અપીલ કરી

સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદ સામેની કાયદાકીય કાર્યવાહી બંધ કરી દીધી હતી. જસ્ટિસ શ્રીશાનંદે કોર્ટની કાર્યવાહી દરમિયાન કરેલી તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ જાહેરમાં માફી માંગી હતી. પાંચ ન્યાયાધીશોની બેંચનું નેતૃત્વ કરી રહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ નિર્ણય ન્યાયના હિતમાં અને ન્યાયતંત્રની ગરિમાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

મકાનમાલિક-ભાડૂતના વિવાદની સુનાવણી દરમિયાન જસ્ટિસ શ્રીશાનંદે બેંગલુરુના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારને “પાકિસ્તાન” ગણાવ્યો હતો અને મહિલા વકીલ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમની ટીપ્પણીની વિડીયો કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

ચીફ જસ્ટિસે શું કહ્યું:
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે (CJI Chandrachud) કહ્યું કે, “ભારતના કોઈ પણ ભાગને પાકિસ્તાન કહેવું અયોગ્ય છે, આ મૂળભૂત રીતે રાષ્ટ્રના સાર્વભૌમત્વની વિરુદ્ધ છે.”

CJI ચંદ્રચુડે આજે જણાવ્યું હતું કે, “આવી ટિપ્પણીઓ વ્યક્તિગત પૂર્વગ્રહને પ્રતિબિંબિત કરે છે. વ્યક્તિએ અયોગ્ય ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવું જોઈએ. અમે એવી ટિપ્પણીઓ વિશે અમારી ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે તમામ હિતધારકોને સોંપવામાં આવેલી જવાબદારીઓ કોઈપણ પૂર્વગ્રહ અને સાવધાની વિના પૂર્ણ કરવામાં આવશે.”

CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની અને જસ્ટિસ એસ ખન્ના, બીઆર ગવઈ, એસ કાંત અને એચ રોયની બનેલી પાંચ જજોની બેન્ચે 20 સપ્ટેમ્બરે બંધારણીય અદાલતના ન્યાયાધીશો માટે તેમની ટિપ્પણીઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા સ્થાપિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…