સ્પોર્ટસ

કાનપુર ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન પાસે આ દિગ્ગજ બોલરોને પાછળ છોડવાની તક

મુંબઈ: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ (IND vs BAN)ના પહેલા મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. ચેન્નાઈ મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી પરાજય આપ્યો. રવિચંદ્રન અશ્વિને (Ravichandran Aswin) પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત માટે હીરો સાબિત થયો હતો. અશ્વિને બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાન શાનદાર સદી ફટકારી અને પછી બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલીયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નના રેકોર્ડની બરાબરી કરી.

હવે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે કાનપુર પહોંચી છે, કાનપુરમાં અશ્વિન પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક છે.

શેન વોર્નને પાછળ છોડવાની તક:
ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશની બીજી ઇનિંગ દરમિયાન અશ્વિને 21 ઓવરમાં 88 રનમાં 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ રીતે, તેણે તેની કારકિર્દીમાં 37મી વખત ટેસ્ટ ઇનિંગ્સમાં 5 વિકેટ લઈને શેન વોર્નની બરાબરી કરી. વોર્નના નામે 37 ટેસ્ટ ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ છે. હવે જો અશ્વિન કાનપુર ટેસ્ટમાં 5 વિકેટ લેશે તો તે શેન વોર્નને પાછળ છોડી દેશે.

જોકે, ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 67 ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ:
મુથૈયા મુરલીધરન – 67, આર અશ્વિન – 37, શેન વોર્ન- 37, સર રિચાર્ડ હેડલી – 36, અનિલ કુંબલે- 35

નાથન લિયોનને પણ પાછળ છોડવાની તક:
અશ્વિન પાસે નાથન લિયોનને પણ પાછળ છોડવાની મોટી તક છે. અશ્વિનના નામે 101 ટેસ્ટ મેચોમાં 522 વિકેટ છે. જો તે કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કુલ 9 વિકેટ લે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથન લિયોનને પાછળ છોડી દેશે. તેણે 129 ટેસ્ટ મેચમાં 530 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે લિયોન 7મો બોલર છે જ્યારે આર અશ્વિન 8મા સ્થાને છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
મુથૈયા મુરલીધરન – 800, શેન વોર્ન – 708, જેમ્સ એન્ડરસન – 704, અનિલ કુંબલે- 619, સ્ટુઅર્ટ બ્રોડ – 604, ગ્લેન મેકગ્રા- 563, નાથન લિયોન- 530, આર અશ્વિન- 522

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…