Gujarat માં ભાવનગર – ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, ઘટનાની તપાસ શરૂ
અમદાવાદ: ગુજરાતના(Gujarat)સુરતના કીમ નજીક ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ બાદ હવે બોટાદમાં પણ ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. ભાવનગર- ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના બોટાદના કુડલી ગામ નજીકની છે. જેમાં રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ ઘટનાની તપાસ પણ શરૂ કરી છે.
ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું
આ ઘટનાના કુંડલી ગામ પાસે મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટના લોખંડના પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેને અથડાતા ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં પોલીસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા
આ બનાવની વિગત મુજબ ઓખાથી ભાવનગર તરફ જતી એક ટ્રેન બોટાદના કુંડલી ગામ નજીક પહોંચી ત્યારે રેલવે ટ્રેક પર ઉભા કરી દેવામાં આવેલા 4 ફૂટના લોખંડના પાટાના ટૂકડો અથડાયો હતો. જેના કારણે ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં ટ્રેન સલામત રીતે રેલવે ટ્રેક પર ઉભી રહી જતાં ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા હતા.
Also Read –