આપણું ગુજરાત

મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચ માટે પાર્કિંગ ચાર્જમાં આટલો વધારો


હવે ક્રિકેટ પ્રેમીઓના સૌથી મોટા તહેવાર આડે માત્ર ત્રણ દિવસ છે. આગામી પાંચ ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચો રમાવાની છે. આ મેચો દરમિયાન સ્ટેડિયમમાં આવનારા દર્શકોને પાર્કિંગ માટે કોઈ તકલીફ ના પડે તે માટે સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15 હજાર ટુ-વ્હીલર અને 8 હજાર જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપની મેચો દરમિયાન વાહન પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ આપવાનો રહેશે. મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારે દર્શકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. વાહનચાલકો Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે. અગાઉ ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના રૂ.50 અને કારના રૂ.200 હતા. જોકે ક્રિકેટરસિયાઓ તો હાલમાં મેચ જોવા થનગની રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?