ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

“લેબેનોન પર ઈઝરાયલનો પેજર હુમલો : વેસ્ટ એશિયામાં બીજો મોરચો ખૂલ્લી ગયો છે

પ્રાસંગિક - અમૂલ દવે

પેજર એટેકથી ઈઝરાયલે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સંદેશવ્યવહારની આ મૂળભૂત ડિવાઈસ આટલી ખતરનાક સાબિત થઈ શકે.

હિજબુલ્લાના જણાવ્યાં મુજબ ૧૭ સપ્ટેમ્બરે મંગળવારે બપોરે લગભગ ૩.૩૦ વાગે તેના દ્વારા યૂઝ થઈ રહેલા પેજરમાં અચાનક સ્ફોટ થયો. ધડાકાના ગણતરીના કલાકો બાદ ખબર પડી કે દરેક પેજરની બેટરી પાસે વિસ્ફોટક પ્લાન્ટ કરાયા હતા. સાથે એક સ્વિચ લાગેલી હતી, જેનાથી દૂર બેસીને ધડાકા થઈ શકે ! બપોરે ૩.૩૦ વાગે હિજબુલ્લા મેમ્બર્સના પેજર્સ પર એક મેસેજ ફ્લેશ થયો. ગણતરીની સેક્ધડોમાં ‘બીપ… બીપ’ બાદ પેજર્સમાં ધડાકા થવા શરૂ થઈ ગયા… લાગ્યા. આ પેજરમાં ધડાકા દ્વારા લેબનોન અને સીરિયામાં હિજબુલ્લા ઓપરેટિવ્સને ટાર્ગેટ કરવામાં આવેલા.

ઈઝરાયેલની ડિફેન્સ ફોર્સ (ઈંઉઋ) અને ‘મોસાદ’નું આ જોઈન્ટ ઓપરેશન હતું. ઈઝરાયલે તાઈવાનમાં બનેલા પેજર્સની એક બેચમાં વિસ્ફોટક ગોઠવી દીધા હતા. આ પેજર્સને લેબનોને આયાત કર્રીને હિજબુલ્લાને પહોંચાડ્યા હતા.

ઈઝરાયલ વારંવાર ઈરાન અને તેના સાથીદારો હિજબુલ્લા અને હમાસ પર હુમલા કરીને તેને સીધું પડકારી રહ્યું છે. ઈરાન ઈઝરાયલ પર સીધા હુમલાની ઈરાને ધમકી આપે છે, પરંતુ એનો અમલ કરતા નથી.

બીજી તરફ , ઈઝરાયલે આ હુમલા કરીને ગાઝા પટ્ટી ઉપરાંત લેેબનોનમાં નવો મોરચો ખોલી દીધો છે. ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ યેનકેન પ્રકારે યુદ્ધ લંબાવીને વડા પ્રધાનપદની ખુરસીમાં ચીટકી રહેવામાં સફળ થયા છે.

ઈઝરાયલે વર્ષોના પ્લાનિંગ પછી આ હુમલા કર્યા છે. આ માટે ઈઝરાયલે બનાવટી શેલ કંપનીની પણ રચના કરી હતી. હિજબુલ્લાએ આનો બદલો લેવા તેની સરહદની નજીકના ઈઝરાયલના હાઈફા બંદર-શહેર પર રોકેટ અને મિસાઈલ વડે હુમલા કર્યા હતા. .

હિજબુલ્લાના નેત��

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…