વેપારશેર બજાર

સેન્સેક્સ ૮૫,૦૦૦નું શિખર સર કરીને લપસ્યો, નિફ્ટીએ પણ સત્ર દરમિયાન ૨૬,૦૦૦ના જાદૂઇ આંકને સ્પર્શ કર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મંગળવારે ખૂબ જ અફડાતફડીમાંથી પસાર થયેલા સેન્સેક્સ સત્ર દરમિયાન ૮૫,૦૦૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવીને અંતે નેગેટિવ ઝોનમાં લપસ્યો હતો. એ જ રીતે, નિફ્ટીએ પણ ઇતિહાસમાં પહેલી જ વખત ૨૬,૦૦૦ની સપાટીને સ્પર્શીને નવી વિક્રમી ઇન્ટ્રા-ડે સપાટી નોંધાવી હતી. જોકે, હદિુસ્તાન યુનિલીવર, કોટક મહિન્દ્રા બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની આગેવાનીમાં વેચવાલી નીકળતા સુધારો ધોવાઇ ગયો હતો.

સેન્સેક્સ ૨૩૪.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકાના ઉછાળા સાથે ૮૫,૧૬૩.૨૩ પોઇન્ટની ઓલટાઇમ હાઇ ઇન્ટ્રા-ડે સપાટીને અથડાઇને અંતે ૧૪.૫૭ પોઇન્ટના ઘટાડા સાથે ૮૪,૯૧૪.૦૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૭૨.૫ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકા ઉછળીને ૨૬,૦૧૧.૫૫ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીને અથડાઇને અંતે ૧.૩૫ પોઇન્ટના સુધારા સાથે ૨૫,૯૪૦.૪૦ની સપાટીએ સ્થિર થયો હતો.

હિંદુસ્તાન યુનિલીવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રઆ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, નેસ્લે, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ ટોપ લુઝર્સ રહ્યાં હતાં. જ્યારે ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેઇનર્સમાં સામેલ હતા.

વેસ્ટર્ન કેરિઅર્સનું લિસ્ટિંગ એક ટકાના ડિસ્કાઉન્ટ સાથે થયું હતું. નોર્ધન આર્કનું લિસ્ટિંગ ૩૪ ટકા પ્રીમિયમ સાથે થયું હતું. રિસાઇકલ્ડ પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને રિસાઇકલ્ડ પેલેટ્સ ઉત્પાદક દિવ્યધન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ૩૯.૭૬ લાખ ઇક્વિટી શેરના પ્રારંભિક જાહર ભરણા સાથે ૨૬ સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ.૬૦થી રૂ. ૬૪ નક્કી કરવામાં આવી છે. એન્ક ઇન્વેસ્ટર માટે બિડિંગ આજથી શરૂ થશે અને ભરણું ત્રીસમીએ બંધ થશે. આ સત્રમાં ત્રણ લિસ્ટિંગ થયા હતા.

આર્કેડનું લિસ્ટિંગ ૩૭ ટકા પ્રીમિયમ સાથે થયું હતું. લીલા હોટલનો રૂ. ૫૦૦૦ કરોડનું ભરણું આવી રહ્યું છે. વર્તમાન લોકેશનમાં રૂમ ઇન્વેન્ટરીના વિસ્તરણ માટે સાજ હોટેલ્સ ૪૨.૫ લાખ શેરના પ્રારંભિક જાહેર ભરણાં સાથે ૨૭ સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે, જે પહેલી ઓકટોબરે બંધ થશે. શેરની પ્રાઇસ રૂ. ૬૫ નક્કી કરવામાં આવી છે. શેરની ફાળવણી ત્રીજી ઑક્ટોબરે ફાઇનલ થવાની અપેક્ષા છે અને લિસ્ટિંગ સાતમી ઓકટોબરે થશે. હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અન્ય ભરણાં પણ આવી રહ્યાં છે.

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ આજથી નિફ્ટી૨૦૦ મોમેન્ટમ ૩૦ ઈન્ડેક્સ ફંડ શરૂ કરી રહી છે, એનએફઓ નવમી ઓક્ટોબરે બંધ થશે. આ સ્કીમ મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની તકનો લાભ લઈને નિફ્ટી ૨૦૦ ટોટલ રિટર્ન ઇન્ડેક્સમાંથી ટોચના ૩૦ મોમેન્ટમ શેરમાં રોકાણની પેસિવ વ્યૂહરચના ઓફર કરે છે. શ્રમ મંત્રાલય અંતર્ગત કાર્યરત મહારાષ્ટ્રના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રીમ બોઈલર્સ ૨૫થી ૨૭ દરમિયાન સિડકો ખાતે આયોજિત બોઇલર્સ ઇન્ડિયા ૨૦૨૪ કોન્ક્લેેવમાં ટેકનોલોજીના માધ્યમે કામદારોની સુરક્ષા અને સ્ટ્રીમ બોઇલર્સની કાર્યદક્ષતા સુધારણાના મહત્વ અંગે પરિષદ યોજશે.

ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા અને અદાણી એન્ટરપ્રાઇઝિસનો નિફ્ટીના ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો, જ્યારે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચયુએલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને શ્રીરામ ફાઇનાન્સ સૌથી વધુ ઘટનારા શેરોની યાદીમાં હતા.

સેક્ટોરલ મોરચે, મેટલ ઇન્ડેક્સ ૩ ટકા, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૦.૬ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૪ ટકા વધ્યો હતો. બીજી તરફ પીએસયુ બેન્ક, એફએમસીજી અને ટેલિકોમ ઇન્ડેક્સ ૦.૫-૧ ટકા તૂટ્યા છે.

આદિત્ય બિરલા ફેશન, એપોલો હોસ્પિટલ્સ, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, એવન્યુ સુપરમાર્ટ્સ, બજાજ ઓટો, બલરામપુર ચીની મિલ્સ, ભારતી એરટેલ, બ્લુ સ્ટાર, બોશ, સીજી પાવર, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇપ્કા લેબ્સ, જિંદાલ સો, જેએમ ફાઇનાન્સિયલ, જેએસડબલ્યુ સ્ટીલ, કજરિયા સિરામિક્સ, કેન્સ ટેક્નોલોજીસ, કેપીઆર મિલ, એમએન્ડએમ, મેનકાઇન્ડ ફાર્મા, એનટીપીસી, સેફાયર ફૂડ્સ, સન ફાર્મા, ટાટા પાવર સહિત લગભગ ૩૦૦ શેર બીએસઇ ખાતે તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે તાતા સ્ટીલ ૪.૨૯ ટકા, પાવર ગ્રીડ ૨.૬૫ ટકા, ટેક મહિન્દ્ર ૧.૮૮ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૪૯ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૮ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૬૧ ટકા, ટાટા મોટર્સ ૦.૫૬ ટકા, એચડીએફસી બેન્ક ૦.૫૨ ટકા, સન ફાર્મા ૦.૫૧ ટકા અને મારુતિ ૦.૪૪ ટકા વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૦.૮૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૮૧ ટકા, બજાજ ફિનસર્વ ૦.૭૬ ટકા, એક્સિસ બેન્ક ૦.૫૬ ટકા, સ્ટેટ બેન્ક ૦.૪૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૫ ટકા, રિલાયન્સ ૦.૩૧ ટકા, આઈટીસી ૦.૩૦ ટકા અને એનટીપીસી ૦.૦૭ ટકા ઘટ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…