નેશનલ

રેલવેએ અકસ્માતોને રોકવા ‘કવચ સિસ્ટમ’નો ટ્રાયલ કર્યો, રેલવે પ્રધાને ખૂદ કર્યું પરીક્ષણ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોએ રેલવે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા, જ્યાં અમુક કિસ્સાઓમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય રેલવેમાં ટ્રેનોના વધતા અકસ્માતોને લઈને ટ્રેનોના અકસ્માતોને રોકવા માટે ખાસ કરીને કવચ સિસ્ટમ બનાવી છે.

સવાઈ માધોપુરથી સુમેરગંજ મંડી કર્યું પરીક્ષણ
ટ્રેનોના અકસ્માતોને રોકવા માટે આજે રેલવે પ્રધાન કવચ સિસ્ટમ અન્વયે સવાઈ માધોપુરથી સુમરેગંજ મંડી સ્ટેશન સુધી તેનું પરીક્ષણ કર્યું હતું. રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવે ખૂદ ટ્રેનના એન્જિનમાં બેસીને સમગ્ર સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. એક્સપ્રેસ ટ્રેન કલાકના 130 કિલોમીટરની ઝડપથી ટ્રેનને દોડાવવામાં આવી હતી, પરંતુ કવચ પોતાની મેળે રોકાઈ ગઈ હતી. સિગ્નલના ફૂટથી પચાસ મીટર દૂર જવાની પણ મંજૂરી નથી.

ટ્રેનને અલગ અલગ સ્પીડથી દોડાવવાનું પરીક્ષણ
રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ઓટોમેટિક ટ્રેન સેફ્ટી સિસ્ટમના પરીક્ષણ માટે કવચ આધારિત ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યુનસાર વૈષ્ણવે સવાઈ માધોપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં સજ્જ કવચવાળા એન્જિનમાં બેઠા હતા અને ઇંદરગઢ રેલવે સ્ટેશન સુધી 45 મિનિટ ટ્રાવેલ કર્યો હતો. આ 45 મિનિટમાં ટ્રેન અલગ અલગ સ્પીડથી દોડાવવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા બ્રેક લગાવ્યા વિના રેડ સિગ્નલે ટ્રેનને ઓટોમેટિક રોકાઈ ગઈ હતી.

કવચ સિસ્ટમ એટલે શું?
ભારતીય રેલવેના મિશન રફતાર અન્વયે ટ્રેનોના અકસ્માતોને રોકવા માટે કવચ પ્રણાલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓટોમેટિક ટ્રેન સુરક્ષા પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આરડીએસઓ દ્વારા તેને ડેવલપ કરવામાં આવી છે અને ઈમર્જન્સીમાં ઓટોમેટિક બ્રેક લાગે છે. રેલવે નેટવર્કમાં તબક્કાવાર રીતે રેલવે મંત્રાલય છેલ્લા આઠ વર્ષથી વિવિધ ડિવિઝનમાં કામ કરવા કામ કરે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે 3,000 કિલોમીટર લાંબા મુંબઈ-દિલ્હી અને દિલ્હી અને કોલકાતા રેલવે કોરિડોરમાં કવચ પ્રણાલીને લાગુ કરવા માટે કામગીરી ચાલે છે અને આગામી માર્ચ મહિના સુધી કામ પૂરું થશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…