Viral Video: ઘેટાંના ટોળા વચ્ચે ચાલવા લાગ્યું ગલુડિયું, જોઈને ઘેટાંઓએ જે કર્યું એ…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો વાઈરલ થતાં હોય છે. જેમાંથી કેટલાક વીડિયો આપણને ઘણું શીખવાડી જતાં હોય છે તો કેટલાક વીડિયો જોઈને આપણે ગમે એટલા દુઃખી કે કંટાળેલા પણ કેમ ના હોઈએ પણ આપણું મન એકદમ પ્રસન્ન થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નાનકડું પપી ઘેટાઓના ટોળા વચ્ચે ચાલી રહ્યું છે અને પછી જે થાય એ જોઈને તો તમારું મન એકદમ ખુશ થઈ જશે, ચાલો જોઈએ શું થયું આગળ…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક નાનકડું ગલુડિયું ઘેટાંઓના ટોળાની વચ્ચોવચ્ચ ચાલવાનું શરું કરી દે છે. આ વીડિયોમાં જોવા મળી રહેલું ગલુડિયું ઘેટાંના ટોળાથી બિલકુલ અલગ નથી લાગી રહ્યું. પહેલી નજરમાં તો એવું જ લાગે છે કે જાણે ઘેટાનું બચ્ચું જ એમની સાથે ચાલી રહ્યું છે.
વીડિયોમાં આગળ જોવા મળે છે કે ઘેટાંઓના ટોળામાંથી અમુક ઘેટા આ નાનકડા ગલુડિયાને રમાડતા તે વ્હાલ કરતાં પણ જોવા મળી રહ્યા છે. આ જોઈને એવું લાગી રહ્યું છે આ ઘેટાં પોતાના ટોળામાં આવેલા આ નાનકડાં મહેમાનને અપનાવી લીધું છે અને તેઓ તેને ખૂબ જ પ્રેમ કરે છે. સામે પક્ષે ગલુડિયું પણ જાણે પ્રેમની આ ભાષાને સમજી ચૂક્યું હોય એમની સાથે સાથે જ ચાલવા લાગે છે.
આ ક્યુટ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @AMAZlNGNATURE નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેને 36 વલાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 60,000 લોકોએ લાઈક પણ કર્યું છે. યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરીને અબોલ જીવો વચ્ચે જોવા મળેલી આ સંવેદનાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ વીડિયો ખૂબ જ મજેદાર છે તો બીજા એક યુઝરે લખ્યું કે છે ભાઈસાબ આ વીડિયોએ તો મારો દિવસ બનાવી દીધો.
https://twitter.com/AMAZlNGNATURE/status/175800279601453920