આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી સંગ્રામઃ નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કરી આ વાત…

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં ભાજપના સેંકડો કાર્યકર્તાઓ સમક્ષ ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ‘મુંબઈમાં સૌથી વધુ બેઠકો અમને જ’: ઠાકરે જૂથના નેતાએ કહી મોટી વાત…

ભાજપની આ સભામાં સ્પષ્ટ થઇ ગયું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ગડકરી, ફડણવીસ અને બાવનકુળેના નેતૃત્વમાં ભાજપ લડશે. આ દરમિયાન સંપૂર્ણ ક્ષમતા સાથે ચૂંટણીમાં ઝંપલાવવાનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન સભામાં હાજર કાર્યકર્તાઓને પત્રિકાઓ વહેંચવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ચૂંટણી ન જીતીએ ત્યાં સુધી થાકવાનું નથી, થોભવાનું નથી અને નથી આરામ કરવાનો. મહારાષ્ટ્ર વિધાનસભા એ જ બધાનું લક્ષ્ય હોવું જોઇએ. મહારાષ્ટ્રમાં અમુક લોકો આપણને ચક્રવ્યૂહમાં અટકાવવાનો પ્રયાસ કરશે તે ચક્રવ્યૂહને આપણે ભેદવાનો છે.

આ ઉપરાંત, પત્રિકામાં કાર્યકર્તાઓ માટે ચૂંટણી માટેના અમુક સૂચનો, અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ચૂંટણીમાં ભાજપ મહિલાઓ અને યુવાનો પર મદાર રાખવાના હોઇ ભાજપ કોર કમિટીની બેઠકમાં યુવા મોરચા અને મહિલા મોરચાને પણ પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવશે.

નીતિન ગડકરીની સભામાં ગેરહાજર

આ સભામાં નીતિન ગડકરીની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી અને તેના કારણે રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. જોકે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારની જવાબદારીના કારણે તે આ સભામાં ગેરહાજર રહેવાના હોવાની માહિતી મળી હતી. નાગપુરના ભાજપના વિધાનસભ્યો, સાંસદો અને પ્રમુખ નેતાઓ બધા જ સભામાં હાજર હતા, પરંતુ ગડકરી ન હોવાના કારણે શું વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી તેમને દૂર રાખવામાં આવશે કે શું તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. હવે ગડકરીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ બાદ મહારાષ્ટ્રમાં શું ભૂમિકા ભજવશે તેના પર બધાની નજર છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…