આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકલ ટ્રેનની ‘જાહેરખબરો’ પ્રવાસીઓ માટે માથાનો દુખાવો…

મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનમાં કર્કશ અવાજમાં વગાડવામાં આવતી જાહેરખબરને કારણે પ્રવાસીઓ હેરાન થઇ ગયા છે. મોટા અવાજમાં વગાડવામાં આવતી આવી જાહેરખબરોને બંધ કરવાની માગણી પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ વીજેટીઆઈ કરશે

મધ્ય રેલવે તરફથી મહેસુલ વધારવા માટે લોકલ ટ્રેનોમાં આવી જાહેરખબરો મોટા અવાજમાં વગાડવામાં આવી રહી છે. આ જાહેરખબરો પ્રવાસીઓનો માથાનો દુખાવો બની છે. ટ્રેનમાં પહેલાથી ભીડ હોય છે, ટ્રેનોનો અવાજ એવામાં આ જાહેરખબરોને કારણે વધુ હેરાનગતી થઇ ગઇ છે.

આ જાહેરખબરોનો ત્રાસ થઇ રહ્યો હોવાની ફરિયાદ પ્રવાસીઓ દ્વારા વારંવાર કરવામાં આવી હતી. આ જાહેરખબરો બંધ કરવાની અથવા તેનો અવાજ બંધ કરવાની માગણી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદો સામે મધ્ય રેલવે આંખ આડા કાન કરી રહી હોવાના આક્ષેપો પણ કરાઇ રહ્યા છે.

ફરિયાદોનું ટૂંક સમયમાં નિવારણ

હાલમાં એક પ્રવાસીઓ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં વાગતી જાહેરખબર બંધ કરવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ મધ્ય રેલવેના સંબંધિત વિભાગ દ્વારા આ ફરિયાદની દખલ લેવામાં આવી હતી. લોકલ Train કારશેડમાં જશે ત્યારે જાહેરખબરની અનાઉન્સમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે, એવું આશ્વાસન મધ્ય રેલવે દ્વારા આપવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ