ભારતીય રેલવે (Indian Railway)ની વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પ્રવાસીઓમાં સૌથી વધારે લોકપ્રિય છે અને આ વંદે ભારત ટ્રેનમાં જ બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલે (Isha Deol)એ હાલમાં પ્રવાસ કર્યો હતો. મોડી રાતે ઈશા હૂડી પહેરીને ભીડની વચ્ચે ટ્રેન સુધી પહોંચી હતી અને અચાનક જ કંઈક એવું થયું કે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું-
ખુદ એશા દેઓલએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. ઈશાએ શેર કરેલાં વીડિયોમાં તે એવું કહેતી સાંભળવા મળે છે કે લાંબા સમય બાદ ટ્રેનથી મુસાફરી કરવા જઈ રહી છું. હું વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરીશ. ત્યાર બાદ ઈશા વીડિયોમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની ઝલક દેખાડવા લાગે છે.
હૂડી પહેરીને એશા પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે, પણ લોકો એને ઓળખી જાય છે. તેની સાથે ટ્રાવેલ કરી રહેલાં લોકો તેને ગ્રીટ કરે છે. જોકે, એશાએ પોતાના વીડિયોમાં તે વંદે ભારતમાં ક્યાં જવા નીકળી છે એની સ્પષ્ટતા નથી. પરંતુ ઈશાએ આ વીડિયો સાથે કેટલાક હેશટેગ શેર કર્યા છે, જેમાં ટ્રાવેલ ડાયરીની સાથે સાથે વર્ક મોડનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
એશાના આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ અને લાઈક્સનો મારો કરી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરવાનો ઈશાનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા છેલ્લે 2021માં શોર્ટ ફિલ્મ એક દુઆમાં જોવા મળી હતી. અજય દેવગણની 2022ની થ્રિલર સીરિઝ રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ અને સુનિલ શેટ્ટી સ્ટારર શો હંટરઃ ટૂટેગા નહીં તોડેગામાં પણ જોવા મળી હતી.
પર્સનલ લાઈફની વાત કરીએ તો એશાએ છઠ્ઠી ફેબ્રુઆરીના એક સ્ટેટમેન્ટ આપીને ભરત તખ્તાની સાથેના ડિવોર્સની જાહેરાત કરી હતી, એ સમયે પણ તે સખત લાઈમલાઈટમાં આવી હતી.