નેશનલ

કાલકા-શિમલા ટ્રેક પર ફરી દોડી ટ્રેન

પ્રવાસીઓ ખુશ

શિમલાઃ કાલકા-શિમલા ટ્રેક પર દોડતી ટોય ટ્રેન નાના બાળકે સહિત બધાની મનગમતી છે. લોકો એમાં બેસીને બારી બહારનો નઝારો જોતા જોતા શિમલા પહોંચે છે. વર્લ્ડ હેરિટેજમાં આવતા આ કાલકા-શિમલા રેલ્વે ટ્રેક પર ફરીથી ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ રેલવે ટ્રેક 84 દિવસ સુધી બંધ રહ્યો હતો.

આ ટ્રેક પર ફરી ટ્રેન દોડવાને કારણે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પહેલા આ ટ્રેક પર રવિવારે રાત્રે 10.45 કલાકે ટ્રેનની ટ્રાયલ શરૂ થઇ હતી. ત્યારબાદ સોમવારે સવારે ટ્રાયલ તરીકે શિમલાથી કાલકા સુધી ફરી એક ટ્રેન દોડાવવામાં આવી હતી. હવે આજથી આ ટ્રેક પર રેગ્યુલર ટ્રેનની અવરજવર શરૂ કરવામાં આવી છે.

હકીકતમાં, જ્યારથી હેરિટેજ કાલકા-શિમલા રેલ્વે ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો, ત્યારથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને પર્યટનને પણ અસર થઈ હતી. આ ટ્રેક બંધ થયા બાદ લોકોની રોજગારી ઠપ્પ થઈ ગઈ હતી. કાલકા-શિમલા રેલ્વે ટ્રેક 9 જુલાઈથી બંધ હતો.

હવે હિમાચલ પ્રદેશમાં પ્રવાસન સીઝન શરૂ થઈ ગઈ છે, જેના કારણે રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં આ ટ્રેક પર ત્રણ-ત્રણ ટ્રેન અપ અને ડાઉન ચાલી રહી છે. કાલકા-શિમલા રેલ્વે ટ્રેક ચોમાસાના વરસાદ દરમિયાન બંધ થઈ ગયો હતો. શિમલામાં ભારે વરસાદને કારણે આ ટ્રેકને પણ નુકસાન થયું હતું.

આ પહેલા ક્યારેય આટલા દિવસો સુધી આ રેલ્વે ટ્રેક બંધ રહ્યો ન હતો. નોર્ધન રેલવે ટૂરિસ્ટ ટ્રાફિકના એડિશનલ એસપી નરવીર રાઠોડનું કહેવું છે કે ટ્રેકનું નિરીક્ષણ કર્યા બાદ આ ટ્રેક પર ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. કાલકા-શિમલા રેલ્વે ટ્રેક એક ઐતિહાસિક રેલ્વે ટ્રેક છે. તે 1908 માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ રેલ્વે લાઈન કાલકા અને શિમલા વચ્ચેની ટેકરીઓમાંથી પસાર થાય છે.


આ ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રવાસીઓ કાલકા અને શિમલાના સુંદર પહાડી ગામો જોઈ શકે છે. આ 2 ફૂટ 6 ઇંચની ટૂંકી લાઇન છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશના શિમલા હિલ સ્ટેશનની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓની સરખામણીમાં આ વખતે શિમલા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, જે પ્રવાસન ઉદ્યોગ માટે આશાના કિરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…