આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં લક્ઝરી બસને નૉ એન્ટ્રીઃ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમની મહોર

અમદાવાદઃ શહેરોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને રોડ એક્સિડેન્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે 2022માં ખાનગી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવતો આદેશ જાહેર કર્યો હતો. જેને પહેલા ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે હવે શહેરમાં લક્ઝરી બસોને પ્રવેશબંધીના જાહેરનામાને સુપ્રીમ કોર્ટની પણ બહાલી આપી છે. સુપ્રિમ કોર્ટ લક્ઝરી બસ સંચાલકોની અપીલ ફગાવી દઈ ગુજરાત હાઈકોર્ટના લક્ઝરી બસોને શહેરમાં નિર્ધારીત કલાકો માટે પ્રવેશબંધી ફરમાવતાં હુકમને બહાલી આપી હતી.

સતત વધતા વાહનો અને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસે શહેરમાં સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનના ભારે વાહનો અને લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં બસ સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. કોર્ટે પોલીસના આ જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું અને હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો છે.

મસમોટી બસના શહેરમાં પ્રવેશને લીધે ટ્રાફિક અને પાર્કિગની જટિલ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ માત્ર અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરોની સમસ્યા છે. મોટા વાહનો ઘણીવાર આડેધર ચલાવવામાં આવતા રોડ એક્સિડેન્ટના કિસ્સાઓ પણ વધે છે. શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા માટે હાઈ કોર્ટે અગાઉ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button