મનોરંજન

રેડ બલુન ગાઉનમાં ઐશ્વર્યા રાય અને મેટાલિક સિલ્વરમાં Alia bhattના રેમ્પ વૉકે લોકોના દિલ જીતી લીધા

અભિનેત્રીઓ ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટ બંને પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચી છે. ઐશ્વર્યા રાય અને આલિયા બંને પેરિસ ફેશન વીક-2024માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. બંનેની યુનિક સ્ટાઈલ લોકોના દિલ જીતી રહી છે. એશ્વર્યા રાય બચ્ચન એક એવું નામ છે જે છેલ્લા ઘણા વર્ષોથી વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન રહી છે અને ભારતનું ગૌરવ વધારી રહી છે. હાલમાં ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીક- 2024માં પહોંચી છે. તેના રેમ્પ વૉકે લોકોનું દિલ જીતી લીધું હતું. ઐશ્વર્યાનો લુક યુનિક હતો ઐશ્વર્યા કોઈ સ્ટાર દિવાથી ઓછી દેખાતી ન હતી લાલ બલુન હેમ ડ્રેસ પહેરીને રેમ્પ પર ભવ્ય એન્ટ્રી કરી હતી.

લાલ બલૂન ગાઉનમાં તેનો ગોર્જિયસ લુક છવાઈ ગયો હતો. તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે રેમ્પ વૉક કર્યું હતું અને નમસ્તે કહીને લોકોના દિલ જીતી લીધા હતા. અભિનેત્રી રેમ્પ પર તેની સિગ્નેચર સ્ટાઇલમાં પહોંચી હતી. એશ્વર્યાનો આ લુઝ ગાઉન સાટિન ફેબ્રિકથી બનેલો હતું. તેની પાછળની બાજુએ લાંબો વેઇલ (પડદો) રાખવામાં આવ્યો હતો જેને ઉઠાવવા માટે બે ત્રણ લોકોની જરૂર પડતી હતી. પોતાના આકર્ષક બોલ્ડ લુકને પૂર્ણ કરવા માટે ઐશ્વર્યાએ તેની આંખો પર બ્લેક આઇલાઇનર અને હોઠો પર બોલ્ડ રેડ લિપસ્ટિક લગાવી હતી. તેણે મિડલ પાર્ટીંગ કરીને વાળને છુટ્ટા રાખ્યા હતા. જ્યારે તેણે હાથ જોડીને પ્રેક્ષકોને નમસ્તે કહ્યું ત્યારે લોકોને ભારતીય મૂલ્યોના દર્શન થયા હતા. તેના નમસ્તેએ ત્યાં હાજર તમામ લોકોનું અને સોશિયલ મીડિયાનું દિલ જીતી દીધું હતું. લોકો તેની સ્ટાઇલ પર ફિદા થઇ ગયા હતા. આ પહેલા બ્લેક આઉટફીટમાં એશ્વર્યાનો ઓર એક લુક સામે આવ્યો હતો જેમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સાથે તેની દીકરી આરાધ્યા પણ જોવા મળી હતી.

આલિયા ભટ્ટ ની વાત કરીએ તો તે પણ ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી. આલિયાએ સિલ્વર મેટાલિક ક્રોસેટ ટોપમાં સુંદર લાગતી હતી. તેણે આ ટોપ બ્લેક ફ્લેરવાળા પેન્ટ સાથે કેરી કર્યું હતું. તેનો લુક એકદમ સ્ટાઇલિશ અને મોડર્ન હતો. તેણે મીનીમમ મેકઅપ અને છુટ્ટા વાળ સાથે લુક કમ્પલેટ કર્યો હતો. આલિયા ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. લોકોને તેની સ્ટાઇલ ઘણી પસંદ આવી છે. આલિયાની સ્ટાઇલના પણ ઘણા વખાણ થઈ રહ્યા છે.

ભલે તે હાઈટમાં થોડી ઓછી હોય. પરંતુ તે કોઈ વિદેશી મોડેલથી કમ નથી. એશ્વર્યા રાય વર્ષોથી પેરિસ ફેશન વિકમાં ભાગ લે છે. જોકે, આલિયા ભટ્ટે આ વખતે પ્રથમવાર પેરિસ ફેશન વિકમાં ડેબ્યુ કર્યું છે. બંને અભિનેત્રી લોરિયલ બ્રાન્ડની મોડલ છે. તેઓ બંને સાથે રેમ્પ પર વોક કરતા પણ જોવા મળ્યા હતા. ફેશન વિકની બધી સુંદરીઓની વચ્ચે હાથમાં ગુલાબ સાથે બંને જણાં ખૂબ જ સ્ટાઇલિશ અને હટકે દેખાતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button