હરિયાણાના યુવાનોને Dunki રૂટ લેવાની ફરજ નહીં પડે, રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યો દાવો

નવી દિલ્હી: હરિયાણામાં આવતા મહીને ચૂંટણી (Haryana assembly election) છે, રાજ્યમાં સત્તાધારી ભાજપને હરાવવા કોંગ્રેસ પૂરું જોર લાગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણા લોકોના મુદ્દાઓ ઉઠાવી ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધી હરિયાણાના કરનાલના ઘોઘાડીપુર ગામ પહોંચ્યા હતાં, તેઓ ત્યાં અમેરિકામાં રહેતા અમિતના પરિવારજનોને મળ્યા હતા. અમિત ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યો હતો, જ્યાં તે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે મોટી સંખ્યામાં યુવાનો સારા રોજગાર અને તકોની શોધમાં વિદેશ તરફ વળ્યા છે. ભાજપ સરકારના 10 વર્ષના શાસનમાં રોજગારીની તકો ન હોવાના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની છે. બેરોજગારીની આ બિમારીએ લાખો પરિવારોને તેમના પ્રિયજનોથી અલગ કરી દીધા છે, જેના કારણે માત્ર યુવાનો જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ પીડાઈ રહ્યા છે.
તેમણે ભાજપ સરકારને ઘેરતા લખ્યું કે છેલ્લા એક દાયકામાં ભાજપ સરકારે યુવાનો પાસેથી રોજગારીની તકો છીનવીને તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. તૂટેલી આશાઓ અને હારેલા હૃદય સાથે આ યુવાનોને યાતનાભરી સફર કરવાની ફરજ પડી રહી છે. જો કે, તે સ્પષ્ટ છે કે જો તેઓને તેમના પોતાના દેશમાં, તેમના જ લોકો વચ્ચે આજીવિકા મેળવવા માટે પૂરતી તકો મળી હોત, તો તેઓ ક્યારેય પોતાનો દેશ છોડવા તૈયાર ન હોત.
તેમણે યુવાનોને આપતા કહ્યું કે કોંગ્રેસે સંકલ્પ કર્યો છે કે સરકાર બન્યા બાદ એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે કે જેથી હરિયાણાના યુવાનોને વિદેશ જવાની ફરજ ન પડે. અમે રાજ્યમાં રોજગારીની તકો વધારીને આ સમસ્યાનો ઉકેલ લાવીશું, જેથી કોઈ પણ યુવક તેના સપના માટે તેના પ્રિયજનોથી અલગ ન રહે.
અમિત ડંકીના માર્ગે અમેરિકા પહોંચ્યો હતો અને હવે તેને પરત આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડંકી રૂટનો મુદ્દો સીધો બેરોજગારી સાથે જોડાયેલો છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસનો મુખ્ય મુદ્દો બેરોજગારી છે.
હરિયાણાથી કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા દરેક સભામાં ડંકી રૂટ અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવે છે. ગયા જુલાઈમાં સંસદના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ ડંકી રૂટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રાલયને પૂછ્યું કે દેશના અને આપણા રાજ્યના લાખો યુવાનો બેરોજગારી અને હતાશાના કારણે વિદેશ જઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા એક વર્ષમાં લગભગ 97 હજાર ભારતીય નાગરિકો જંગલ મારફતે અમેરિકા પહોંચ્યા છે. અમેરિકામાં 15 લાખ ભારતીય નાગરિકો છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. આવા લોકોની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય શું કામ કરી રહ્યું છે?
શું છે ડંકી રૂટ?
‘ડંકી’ શબ્દ ગધેડા માટે અંગ્રેજી ભાષામાં વાપરતા શબ્દ ‘Donkey’નો પ્રાદેશિક અપભ્રંશ છે. એક પંજાબી રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે “એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું”, જેમાં ગધેડાનો ઉલ્લેખ છે. આથી યુએસ, યુકે અથવા યુરોપ જેવા દેશોમાં પહોંચવા ગેરકાયદે માર્ગને સ્થાનિક ભાષામાં ‘ડંકી રૂટ’ કહેવામાં આવે છે.
Also Read –