આપણું ગુજરાત

Gujarat માં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર,24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમા (Gujarat)વરસાદની આગાહી વચ્ચે સોમવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. સોમવારે રાજ્યના 94 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પારડી તાલુકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સિઝનનો 126 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતમા આજે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં મેઘમહેર થઈ હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વાપીમાં 2.5 ઈંચ, વાંસદામાં 2.2 ઈંચ, મોરવા (હડફ)માં 1.7 ઈંચ, ડોલવણમાં 1.7 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, વ્યારામાં 1.4 ઈંચ, ગોધરામાં 1.3 ઈંચ, વડોદરામાં 1.3 ઈંચ, શહેરામાં 1.25 ઈંચ, કપરાડામાં 1.1 ઈંચ, છોટા ઉદેપુરમાં 1.1 ઈંચ અને ક્વાંટમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 19 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

મોડી રાત્રે વડોદરા, દાહોદ, મહિસાગર અને વલસાડ જિલ્લામાં વરસાદ

સોમવારે મોડી રાત્રે વડોદરા, દાહોદ, મહિસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ભાદરવામાં અષાઢ મહિનાની યાદ અપાવી દીધી હતી. પૂર્વે આણંદ શહેર ઉપરાંત ગામડી, કરમસદ, વિદ્યાનગર, ગાના, મોગરી તેમજ આસપાસના પંથકમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વડોદરા શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ભાદરવામાં અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિગ્ઝને નુકસાન થયું હતું.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 126 ટકા વરસાદ

રાજ્યમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઈઝ વરસેલા વરસાદમાં આજ દિન સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 131 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 130 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાત ઝોનમાં 123 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 108 ટકા વરસાદ વરસ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button