આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૪-૯-૨૦૨૪, કાલાષ્ટમી, અષ્ટમી શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૧મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૨૧-૫૩ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૮ (તા. ૨૫)
ઓટ: સવારે ક. ૧૦-૧૭, રાત્રે ક. ૨૨-૦૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – સપ્તમી. અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમી.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, ચંદ્ર મંગળ ગ્રહ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, શિવ પૂજા વિશેષ રૂપે.
શ્રાદ્ધ પર્વ: આઠમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. આઠમનું શ્રાદ્ધ નાણાં વ્યવસ્થા જાળવવામાં ઉપયોગી થાય છે. સમૃદ્ધિ આપે છે. ઉદ્યોગ, ધંધા, નોકરીમાં સફળતા આપે છે. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુસહસ્ર સ્તોત્ર પાઠ શ્રાદ્ધ પક્ષમાં નિત્ય કરવા. પરિવારની સુખ-શાંતિ અને મનની શાંતિ શ્રાદ્ધ દ્વારા પ્રાપ્ત થાય છે.
આચમન: ચંદ્ર બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃત્તિનાં, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અનીતિમાન, બુધ-હર્ષલ ત્રિકોણસ્વતંત્ર પ્રકૃતિનાં. ખગોળ જ્યોતિષ: ચંદ્ર બુધ ચતુષ્કોણ,ચંદ્ર -નેપ્ચૂન ચતુષ્કોણ, બુધ-હર્ષલ ત્રિકોણ શુક્ર સ્વાતિ નક્ષત્ર પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.