આમચી મુંબઈમહારાષ્ટ્ર

Badlapur Rape Case: એન્કાઉન્ટર મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી, ઊઠાવ્યાં ગંભીર સવાલો…

બદલાપુરની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાના આરોપી અક્ષય શિંદેનું Police Encounterમાં મૃત્યુ થયું ત્યાર પછી વિરોધ પક્ષ તરફથી સરકાર વિરુદ્ધ આરોપો કરવામાં આવી રહ્યા છે. સરકારે આ મામલાને દબાવવા માટે અને કેસમાં સામેલ શાળાના અધિકારીઓને બચાવવા માટે અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરાવ્યું હોવાના આરોપો પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન એન્કાઉન્ટરની ઘટના બાદ આરોપી અક્ષય શિંદેની માતાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે મારો દિકરો આવું કરી શકે નહીં. કોઇ કંઇપણ કહે તે આવું કરી શકે જ નહીં. તે કામે જતો ત્યારે રસ્તો ક્રોસ કરતા વખતે પણ હું તેનો હાથ પકડતી હતી. ગાડીઓ પસાર થતી તેનાથી પણ તે ગભરાતો. તે કઇ રીતે ગોળીબાર કરી શકે.

કોંગ્રેસ નેતા નાના પટોળેએ આ મુ્દ્દે જણાવ્યું હતું કે અક્ષય શિંદેનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે જ્યાર બાદ આ ગંભીર પ્રશ્ર્નો ઊભા થાય છે. કેસમાં શાળાના ફરાર અધિકારીઓની અટક શા માટે નથી થઇ? શું ફરાર આરોપીઓને બચાવવા માટે એન્કાઉન્ટર કરાયું? હાઇ કોર્ટે આની તપાસ કરાવવી જોઇએ.

જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સુષ્મા અંધારેએ આરોપ કરતા કહ્યું હતું કે પ્રકરણ દબાવવા માટે આ એન્કાઉન્ટર કરાયું છે કે? આ બનાવ માટે જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવા જોઇએ. આ ઘટનાની સીબીઆઇ તપાસ કરીને નાર્કો ટેસ્ટ થવો જોઇએ. પોલીસની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ રહી છે.

શરદ પવાર જૂથની એનસીપીના નેતા અમોલ કોલ્હાએ પોલીસ પર પ્રશ્ન ઊભો કરતા કહ્યું હતું કે પોલીસ તાબામાં રહેલો આરોપી આવું કરી શકે તો પોલીસની કાબેલિયત પર પ્રશ્ર્ન ઊભો થાય છે. ગૃહ પ્રધાન સરકાર બચાવવામાં અને નેતૃત્વ કોની પાસે જશે તેની માથાકૂટમાં મશગૂલ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઇએ.

કોંગ્રેસના નેતા તેમ જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે આ ઘટનાથી રાજ્યમાં કાયદો-વ્યવસ્થા નથી તે પ્રશ્ર્ન ઊભો થાય છે. હવે રેપ કેસમાં શાળાના કોણ અધિકારી સામેલ હતા એ સામે નહીં આવે. મહિલા સુરક્ષાનો મોટો પ્રશ્ર્ન છે ત્યારે તપાસ કરવાને બદલે એન્કાઉન્ટર કરી મારી નાંખવામાં આવે છે.

બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ સરકારને ઘેરતા કહ્યું હતું કે સરકારની ભૂમિકા ચોંકાવનારી છે. પહેલા તો એફઆઇઆર નોંધવામાં મોડું કર્યું અને હવે આરોપીની પોલીસ તાબામાં હત્યા થવી. આ કાયદો-વ્યવસ્થાની અસફળતા છે. આવી ઘટનાઓથી મહારાષ્ટ્રના લોકો ન્યાયથી વંચિત રહી જાય છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિરોધ પક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે
જ્યારે બદલાપુરની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની ત્યારે વિરોધપક્ષો આરોપીને ફાંસી આપવાની વાતો કરતા હતા અને હવે તે માણસાઇને શરમાવનાર કૃત્ય કરનારા આરોપીનો પક્ષ લઇ રહ્યા છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. પોલીસ જખમી થયો એની તેમને કંઇ નથી પડી.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસે બચાવમાં કરેલા ગોળીબારને ટેકો આપતા કહ્યું હતું કે પોલીસે પોતાના સંરક્ષણમાં પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં આરોપીનું મૃત્યુ થયું હતું. વિરોધ પક્ષો તો દરેક મુદ્દા પર સવાલ ઊભો કરે છે. આ જ વિરોધ પક્ષ પહેલા આરોપીને ફાંસી આપોનો આલાપ આલાપી રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…