… અને મુંબઇના આ સ્વિમીંગ પૂલમાં લોકોની જગ્યાએ મગરનું બચ્ચું તરતું મળી આવ્યું…

મુંબઇ: મુંબઇના શિવાજી પાર્કમાં આવેલ મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલમાં સવારે એક માદા મગર (નાનુ બચ્ચુ) મળી આવ્યુ2 છે. એક કર્મચારીએ આ માદા મગરને જોયા બાદ તેને પકડીને ડ્રમમાં મૂકી હતી. દરમીયાન આ માદા મગર એક કર્મચારીને કરડી પણ હતી. બાજુમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાંથી આ માદા મગરી સ્વિમિંગ પૂલમાં આવી હોવાનું કહેવાઇ રહ્યું છે. અગાઉ પણ અજગર અને સાપ આ પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નિકળવાને કારણે લોકોમાં નાસ-ભાગ મચી ગઇ હતી.
સદનસીબે એક કર્મચારીએ આ માદા મગરને પહેલાં જ જોઇ લીધી અને પકડીને ડ્રમમાં મૂકી દીધી હતી. આ અંગેની જાણ વન વિભાગ અને ફાયગ બ્રિગેડ કરવામાં આવી હતી. સ્વિમીંગ પૂલના એક અધિકારીના કહેવા મુજબ બાજુમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાંથી જ આ માદા મગર સ્વિમીંગ પૂલમાં આવી હશે. અગાઉ પણ અજગર અને સાપ જેવા અનેક પ્રાણીઓ આ પ્રાણીસંગ્રહાલયમાંથી બહાર નીકળી ગયા હતાં. જેને કારણે લોકોમાં ડર ફેલાયો હતો. તેથી આ પ્રાણી સંગ્રહાલય પર કાર્યવાહી થવી જોઇએ એવી માંગણી મનસેના મહામંત્રી સંદિપ દેશપાંડેએ કરી છે.

આ અંગે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં સંદિપ દેશપાંડેએ કહ્યું હતું કે, આ સ્વિમીંગ પૂલની બાજુમાં એક પ્રાણી સંગ્રહાલય છે. જે ગેરકાયદે છે. તેમાંથી જ આ પ્રાણીઓ બહાર આવે છે. અગાઉ પણ અજગર અને સાપ જેવા પ્રાણીઓ બહાર નીકળી આવ્યા હતાં.
જો આ પ્રાણીઓ કોઇને કરડી જાય તો તેની જવાબદારી કોની?
સંદિપ દેશપાંડેએ વધુમાં જણાવ્યું કે, આવા પ્રાણીઓ પાળવા માટે તેમને પરમીશન કોણે આપી? કોનો રાજકીય આશિર્વાદ આ પ્રાણી સંગ્રહાલય પર છે? એ જગ્યા અંગેનો કેસ પાલિકા કોર્ટમાં જીતી છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી રહી. સ્વિમીંગ પૂલના મેનેજમેન્ટે અનેકવાર આ અંગે ફરિયાદ કરી છે. ત્યાં પ્રાણીઓને પણ ખૂબ ખરાબ હાલતમાં રાખવામાં આવી રહ્યા છે. તો વન વિભાગ કોઇ કાર્યવાહી કેમ નથી કરતું? આજે મુંબઇના મ્યુનીસીપલ કમીશનરને મળીને હું આ વિષય એમની સામે મૂકીશ.
આ અંગે વધુ માહિતી આપતાં સ્વિમીંગ પૂલ તથા નાટ્યગૃહના કોર્ડીનેટર સંદીપ વૈશંપાયને કહ્યું કે, રોજ વહેલી સવારે સ્વિમીંગ પૂલ મેમ્બર્સ માટે ખૂલ્લો મૂકતાં પહેલાં અમારા કર્મચારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જે અતંર્ગત આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ નિરિક્ષણ કરતી વખતે ઓલમ્પિક સાઇઝ રેસીંગ સ્વિમીંગ પૂલમાં માદા મગર (મગરનું બચ્ચું) મળી આવ્યું હતું. ત્યાર બાદ એક્સપર્ટ્સની મદદથી આ બચ્ચાને તરત જ સલામતીથી પકડવાનાં આવ્યું હતું. અને અમે તેને વન વિભાગને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.