ભુજ

ભુજમાં નડતરરૂપ દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

ભુજ: કચ્છમાં અન્યની માલિકીની કિંમતી જમીનો પર દબાણકારોએ કોઈ જાતના ભય વિના અડિંગો જમાવી દીધો છે, તેવામાં ગત રવિવારની પરોઢે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક તંત્રએ હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશમાં ભુજ-માંડવી ધોરીમાર્ગ પર આવેલાં એક ધાર્મિક દબાણ સહિતનાં અન્ય દબાણોને તોડી પાડી આ વિસ્તારને અવરોધમુક્ત કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નદી, નાળા, પાણીના વહેણ પર ગેરકાયદે દબાણો ફુટી નિકળ્યા હતા તેને દુર કર્યા બાદ આજે તંત્ર દ્વારા વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારે લોકો ઉઠે તે પહેલા ધાર્મિક સહિતના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

આપણ વાંચો: Rajasthan: ભારત પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, 22 દાણચોરના મકાન પર બુલડોઝર ચલાવાયું

ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવે વિગતો આપતાં કહ્યું કે, ભુજ-માંડવી ધોરીમાર્ગ પર આવેલા યા ગેબનશાપીર આસપાસ દબાણ થઈ ગયાની રજૂઆત તંત્રને મળી હતી. જે અંતર્ગત દરગાહને નુકસાન પહોંચાડયાં વગર આ ધાર્મિક સ્થાન આસપાસ થયેલાં દબાણોને દૂર કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ભુજના ખારીનદી રોડ તેમજ લોટસ કોલોની રિંગરોડ પર જાહેર રસ્તાને અવરોધરૂપ નદી-નાળાં વહેણને અવરોધતા હોય તેવા અને રેલવે લાઈન આસપસા ખડકી દેવાયેલાં ઓરડી સહિતનાં કાચાં-પાકાં છ દબાણને દૂર કરવામાં આવ્યાં હતાં તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમીપેના રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

શહેરના માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ અને સરકારી જમીન પર ખડકી દેવાયેલાં દબાણો સામે ભુજ સુધરાઈએ લાલ આંખ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર જિગર પટેલ, દબાણ શાખાના અધિકારીઓ, પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.

નગરપાલિકા તંત્રએ શહેરમાં ગેરકાયદેસર દબાણો સામેની ઝુંબેશ અવિરત ચાલુ રહેશે તેવું જણાવી ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ ચણી દેનારા દબાણ કરનારાઓને તેમના દબાણો સત્વરે દૂર કરી લેવા તાકીદ કરી છે. આવનાર દિવસોમાં શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અવિરત ચાલુ રહેવાની હોવાનું પણ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…