દક્ષિણના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ અને બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની ‘ડંકી’ના સિનેમા ઘરોમાં ટકરાવાના સમાચાર જાણવા મળ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ 22મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. હવે પ્રભાસે પણ પોતાની ફિલ્મ માટે આ જ રિલીઝ ડેટ નક્કી કરી છે. આ સમાચાર આવ્યા બાદ હાલમાં એક્ટર પ્રભાસનો એક જૂનો વીડિયો ઇન્ટરનેચ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો આમ તો ઘણો જૂનો છે.
સાઉથના સુપરસ્ટાર એક્ટર પ્રભાસનો જૂનો વીડિયો ફરી એકવાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વર્ષ 2019નો છે જ્યારે પ્રભાસ એરપોર્ટ પર તેના એક ફેન્સને મળ્યો હતો. આ છોકરી પ્રભાસને મળવા માટે એટલી ઉત્સાહિત હતી કે તેની સાથે તસવીર ક્લિક કરાવતા પહેલા જ તે ખુશીથી કૂદતી જોવા મળી હતી. ત્યારબાદ તેને તેના ફેવરિટ એક્ટર સાથે ફોટો પડાવવાનો મોકો મળ્યો હતો.
આ પાગલ ફેનની ખુશી જોવા જેવી હતી. પ્રભાસ સાથે ફોટો પડાવ્યા બાદ આ મહિલા ફેન્સે કંઈક એવું કર્યું જેની કદાચ કોઈને અપેક્ષા ન હતી. આ ફેને પ્રભાસના ગાલ પર પ્રેમાળ થપ્પડ મારી હતી. પ્રભાસ સહિત ત્યાં ઊભેલા દરેક જણ થોડીવાર માટે આઘાતમાં હતા. છોકરી તેના ફેવરિટ સ્ટારને પ્રેમથી થપ્પડ મારીને ખૂબ જ ખુશ હતી, જોકે, પ્રભાસ તેના ગાલ પંપાળતો જોવા મળ્યો હતો.
પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ની ટક્કરનાં સમાચાર આવ્યા બાદ હવે આ થ્રોબેક વીડિયો ઈન્ટરનેટ પર ફરી વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’ 22મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે, ત્યારે હવે પ્રભાસે પણ પોતાની ફિલ્મની આ જ રિલીઝ ડેટ નક્કી કરી છે. બોલિવૂડની આ વર્ષની આ સૌથી મોટી ક્લેશ હશે અને ફેન્સ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.