આમચી મુંબઈમહારાષ્ટ્ર

બે મહિનામાં એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે બીજી મુલાકાત, રાજકારણ ગરમાયું

મુંબઈ: ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુને વધુ રાજકીય પક્ષોને પોતાની સાથે લેવાના પ્રયાસો શરૂ છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ

મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે થયેલી આ બેઠકને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. છેલ્લાં બે મહિનામાં રાજ ઠાકરે અને શિંદે વચ્ચે થયેલી આ બીજી બેઠક હતી. આ પૂર્વે ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ બીડીડી ચાલ અને પોલીસ કોલોની જેવા વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવા માટે બંનેની મુલાકાત થઇ હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં શિંદે રાજ ઠાકરેનું સમર્થન મળે તેવું ઇચ્છે છે અને એ માટે બંને વચ્ચે ચર્ચાનો દોર શરૂ હોવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો: રાજ્યના કોઈપણ ખૂણે સાત કલાકમાં પહોંચી શકાશે: એકનાથ શિંદે

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં પણ રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એટલે કે આડકતરી રીતે મહાયુતિને પોતાનો બિનશરતી ટેકો આપ્યો હતો. એટલે વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજ ઠાકરેનું સમર્થન મળી શકે એવી ચર્ચા છે.
રાજ ઠાકરે પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાના છે અને એ તે મધ્ય મુંબઈથી પોતાના ઉમેદવાર સંદીપ દેશપાંડેને ચૂંટણીમાં ઉતારવા માગે છે. હાલ અહીંના વિધાનસભ્ય ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે છે. સંદીપ દેશપાંડેનો પ્રચાર કરવા માટે રાજ ઠાકરેએ રવિવારે વરલીમાં જાહેર સભા પણ યોજી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…